ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ ના વધતા જતા સંક્રમણને રોકવા માટેની બેઠક યોજી હતી. વિડિયો કોન્ફરન્સિંગ થી દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
વડાપ્રધાને તેમના ભાષણમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે,દેશમાં વધતા જતા કોરોના કેસ એ ફરીથી ચિંતાનો વિષય છે. પણ સામે રાહતના સમાચાર એ પણ છે કે દેશમાં અત્યાર સુધી ૯૬ ટકા થી વધારે કેસ રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ માં ઉછાળો આવતાં તેમણે જણાવ્યું કે, બીજી લહેર ને તુરંત રોકવી પડશે,અને એ માટે બધાએ પ્રોએક્ટીવ રહેવું પડશે. સાથે સાથે તેમણે જનતામાં ભયનું સામ્રાજ્ય ન ફેલાય તે માટે પણ તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરવા બાબત બેદરકારી ન રાખવાનું કહ્યું. તેમણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાના કાર્યને ઝડપથી આગળ વધારવા પર જોર આપ્યું હતું. તેમના મતે દેશના દરેકે દરેક રાજ્યમાં આરટી પીસીઆર ટેસ્ટ નો વ્યાપ વધારવો જરૂરી છે. નરેન્દ્ર મોદીએ ચિંતિત સ્વરે જણાવ્યું કે, જો ગામડામાં આ રોગ ફેલાયો તો તેને કાબૂમાં રાખવો અઘરો થઈ શકે છે. કારણ વ્યવસ્થા ઓછી પડશે.
હાલમાં દેશમાં રોજના ૩૦ લાખથી પણ વધુ લોકોને કોરોનાવાયરસ વેક્સિન ના ડોઝ અપાય છે.તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ૧૦ ટકાથી વધારે વેક્સિનનો બગાડ થતા નરેન્દ્ર મોદી ચિંતા વ્યક્ત કરી હતી.અને તે બગાડ રોકવા તેના માટે મોનીટરીંગ કરવાની કડક સૂચના પણ આપી હતી.' દવાઈ ભી કઢાઈ ભી'નો સૂત્ર આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દવા એટલે કે વેક્સિનેશન લઈ લીધા પછી પણ બેધ્યાન કે બેદરકાર રહેવું નહીં તેમણે માસ્ક પહેરવા, social distance અને hygiene રાખવા બાબતે પણ ભાર મૂક્યો હતો.
છેલ્લે દેશની 130 કરોડ જનતાનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે,લોકોના સહકાર વગર બીજા દેશોની સરખામણીમાં ભારત દેશમાં કોરોના ને હરાવવા નું કાર્ય પાર ન પડયું હોત.