News Continuous Bureau | Mumbai
PM Modi Monitoring Operation Sindoor: 22 એપ્રિલના પહલગામ (Pahalgam) આતંકી હુમલાના 15 દિવસ બાદ ભારતે ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક (Air Strike) કરી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 7 લોક કલ્યાણ માર્ગથી સતત ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) તેમને દરેક પળની માહિતી આપી રહ્યા હતા.
Andar Ghus ke mara hai
Operation Sindoor Successfully done
Well done our Armed Forces
Thank you PM Narendra Modi ji
Har har Mahadev #OperationSindoor pic.twitter.com/yiY1domDlP— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) May 6, 2025
PM Modi Monitoring Operation Sindoor: PM Modi અને Dovalની ટીમે સંયુક્ત રીતે સંભાળ્યો મોર્ચો
મધરાતે 1:30 વાગ્યે શરૂ થયેલા ઓપરેશન દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ સેનાધ્યક્ષો અને સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા. સવારે 10:30 વાગ્યે અધિકૃત બ્રીફિંગ યોજાઈ રહી છે, જેમાં ઓપરેશનના પરિણામો અને આગળની રણનીતિ અંગે માહિતી આપવામાં આવશે.
PM Modi Monitoring Operation Sindoor: દેશભરના નેતાઓએ આપ્યો સેના અને સરકારને સમર્થન
રક્ષા મંત્રી રાજનાથસિંહે “ભારત માતા કી જય” લખીને સેના માટે અભિનંદન પાઠવ્યા. યોગી આદિત્યનાથે લખ્યું, “જય હિંદ, જય હિંદની સેના.” પિયૂષ ગોયલે ઓપરેશન સિંદૂરની તસવીર શેર કરી. વિપક્ષી નેતાઓ જેમ કે તેજસ્વી યાદવ અને આદિત્ય ઠાકરેએ પણ સરકાર અને સેના સાથે ઊભા રહીને આતંકવાદ વિરુદ્ધ કડક પગલાની પ્રશંસા કરી.
Operation Sindoor pic.twitter.com/dllF4NRkl6
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) May 6, 2025
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: આતંકથી ઉઝડેલા સુહાગનો બદલો બન્યું ઓપરેશન સિંદૂર
PM Modi Monitoring Operation Sindoor: ભારતીય સેના અને સરકારનું સંયમિત અને ચોક્કસ પગલું
ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે આ ઓપરેશન સંપૂર્ણપણે સંયમિત, ચોક્કસ અને નોન-એસ્કલેટરી (Non-Escalatory) હતું. પાકિસ્તાની સૈન્યના કોઈ પણ બેઝને નિશાન બનાવવામાં આવ્યો નથી. માત્ર આતંકી માળખાંને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ પગલું પહલગામ હુમલાના જવાબરૂપે લેવામાં આવ્યું છે, જેમાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિક શહીદ થયા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)