News Continuous Bureau | Mumbai
PM Modi on Nitish Kumar : વિધાનસભામાં યૌન સંબંધો (Birth control) પર બોલ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) કેન્દ્ર સરકારના ઘેરામાં આવ્યા છે. માફી માંગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના પર પ્રહારો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.
નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર સાધ્યું નિશાન
વસ્તી નિયંત્રણને લઈને વિધાનસભામાં આપવામાં આવેલા સીએમ નીતિશના નિવેદનની ટીકા કરતા તેમણે કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધન (INDIA Alliance), ઘમંડી ગઠબંધનના ખૂબ મોટા નેતાઓ વિધાનસભા (assembly) ની અંદર માતાઓ અને બહેનો વિશે આવી અકલ્પનીય વાતો કહી રહ્યા છે. માતા-બહેનોના અપમાન સામે મહાગઠબંધનના લોકો એક શબ્દ પણ બોલતા નથી.. તેમને શરમ આવવી જોઈએ…
#WATCH | Guna, Madhya Pradesh: On Bihar CM Nitish Kumar's statement, PM Narendra Modi says, "A big leader of the INDI alliance, 'Ghamandiya Gathbandhan' used indecent language for women inside Assembly yesterday. They are not ashamed. No leader of the INDI alliance said a single… pic.twitter.com/nUbYRqJFa7
— ANI (@ANI) November 8, 2023
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, આ દેશનું કેવું દુર્ભાગ્ય આવ્યું છે, તમે કેટલા નીચા પડી જશો… તમે દુનિયામાં દેશનું અપમાન કરી રહ્યા છો. આ ઉપરાંત ઈન્ડીયા ગઠબંધનનો એક પણ નેતા આપણી માતાઓ અને બહેનોના ભયંકર અપમાન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. જે લોકો સ્ત્રીઓ વિશે આવું વિચારે છે, શું તેઓ તમારા માટે કંઈ સારું કરી શકે છે? શું તે તમારો આદર કરી શકે છે, શું તે તમને ગર્વ આપી શકે છે?
આ સમાચાર પણ વાંચો : Onion: ટામેટાં પછી હવે ડુંગળીએ રડાવ્યા, પ્રતિ કિલો આટલે પહોંચ્યા ભાવ, દિવાળીમાં ખોરવાઈ શકે છે બજેટ!
વિવાદાસ્પદ ટિપ્પણી અંગે માંગી માફી
બીજી તરફ, સીએમ નીતિશે વસ્તી નિયંત્રણ માટે મહિલા શિક્ષણના મહત્વ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને પાછી ખેંચતા કહ્યું કે, જો તેમના નિવેદનથી કોઈને દુઃખ થયું હોય, તો તે તેના માટે માફી માંગે છે અને ખેદ વ્યક્ત કરે છે. બિહાર વિધાનસભા સંકુલમાં અને બાદમાં ગૃહની અંદર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નીતિશે કહ્યું, મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, જો મેં કંઈ પણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું….
આપ્યું હતું આ વિવાદાસ્પદ નિવેદન
તમને જણાવી દઈએ કે વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા નીતિશે મંગળવારે ગૃહમાં કહ્યું હતું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર…..તેને….કરી દો. તેમાં વસતી ઘટી રહી છે. આ નિવેદન બાદ તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન, તેમણે તેમની ઉપરોક્ત ટિપ્પણી પાછી ખેંચી લીધી, માફી માંગી અને ખેદ વ્યક્ત કર્યો.