Site icon

PM Modi: પ્રધાનમંત્રી આ તારીખે લેશે રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની મુલાકાત.

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08-10 જુલાઈ 2024ના રોજ રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે.

PM Modi Prime Minister's visit to the Russian Federation and the Republic of Austria

PM Modi Prime Minister's visit to the Russian Federation and the Republic of Austria

News Continuous Bureau | Mumbai

PM Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 08-10 જુલાઈ 2024ના રોજ રશિયન ફેડરેશન ( Russian Federation ) અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનના ( Vladimir Putin ) આમંત્રણ પર 08-09 જુલાઈ 2024ના રોજ મોસ્કોમાં ( Moscow ) હશે. 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ યોજશે. નેતાઓ બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

પ્રધાનમંત્રી ત્યારબાદ 09-10 જુલાઇ 2024 દરમિયાન ઓસ્ટ્રિયાની ( Austria ) યાત્રા કરશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર વેન ડેર બેલેન સાથે મુલાકાત કરશે અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર મહામહિમ શ્રી કાર્લ નેહામર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી અને ચાન્સેલર ભારત અને ઓસ્ટ્રિયાના બિઝનેસ લીડર્સને પણ સંબોધશે.

આ સમાચાર પણ વાંચો:  E- Auction: બારડોલી ARTO દ્વારા મોટર સાયકલ વાહન, મોટરકાર, ઑટો રિક્ષાની અને ભારે વાહનોનાં પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી ઈ-ઓક્શન થશે

પ્રધાનમંત્રી મોસ્કો તેમજ વિયેનામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Exit mobile version