Site icon

PM Modi Bhutan King: PM મોદીએ ભૂટાનના રાજા અને મહારાણીનું કર્યું સ્વાગત, આ દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર વ્યક્ત કર્યો સંતોષ

PM Modi Bhutan King: પીએમએ માર્ચ 2024માં ભૂટાનની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન અપાયેલ અસાધારણ આતિથ્યને યાદ કર્યું. નેતાઓએ ભારત અને ભૂટાન વચ્ચે અનુકરણીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. પીએમએ ભૂટાનના આર્થિક વિકાસ માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ બેઠકમાં બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પીએમએ રાજા અને રાણીના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું

News Continuous Bureau | Mumbai

PM Modi Bhutan King:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.  

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી અને મહામહિમ રાજાએ ( jigme khesar namgyel wangchuck ) દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ, જેમાં વિકાસ સહયોગ, સ્વચ્છ ઉર્જા ભાગીદારી, વેપાર અને રોકાણ, અવકાશ અને તકનીકી સહયોગ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે તેના પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ (  Jetsun Pema Wangchuck ) તમામ ક્ષેત્રોમાં આ અનુકરણીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

નેતાઓએ ( PM Modi Bhutan King ) બંને દેશો વચ્ચે આર્થિક જોડાણ વધારવાની પ્રગતિની સમીક્ષા કરી, અને ભૂટાનના વિકાસને ઉત્પ્રેરિત કરવા અને ભારતના અડીને આવેલા સરહદી વિસ્તારો સાથે જોડાણને મજબૂત કરવા મહામહિમ દ્વારા સંચાલિત એક સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ, ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી પહેલ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.

આ સમાચાર પણ વાંચો :  Devendra Fadnavis PM Modi: PM મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના CM તરીકે શપથ લેવા બદલ પાઠવ્યા અભિનંદન, રાજ્યના વધુ વિકાસ માટે આપી આ ખાતરી.

પ્રધાનમંત્રીએ ભૂટાનમાં આર્થિક વિકાસ માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, તેની 13મી પંચવર્ષીય યોજનાના સમયગાળા માટે ભૂટાનને ભારતના વિકાસ સમર્થનને બમણું કરવા પર પ્રકાશ પાડ્યો. મહામહિમ રાજાએ સુખ, પ્રગતિ અને સમૃદ્ધિ માટેની ભુતાનની આકાંક્ષાઓને સતત સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રી અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બેઠક બાદ મહામહિમ રાજા અને મહારાણીના સન્માનમાં પ્રધાનમંત્રી દ્વારા લંચ આયોજિત કરવામાં આવ્યું હતું

આ બેઠકમાં ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે પરસ્પર વિશ્વાસ, સહકાર અને ગહન સમજણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Exit mobile version