News Continuous Bureau | Mumbai
આજે દેશ 76મો સ્વતંત્રતા દિવસ (Independence day) મનાવી રહ્યો છે. આ અવસર વડાપ્રધાન મોદી(PM Modi) એ સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા(Red Fort) પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ(Indian flag) ફરકાવ્યો અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ. પોતાના ભાષણની શરૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ દેશવાસીઓને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છા પાઠવી હતી.
આ સમાચાર પણ વાંચો : આઝાદીના 75 વર્ષ- PM મોદીએ લાલ કિલ્લા પર કર્યુ ધ્વજવંદન- જુઓ વીડિયો
તેમણે આજે લાલ કિલ્લાની પ્રાચીરથી ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન’ નવો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. આ પછી અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું અને હવે તેમાં જય અનુસંધાન ઉમેરવાનો સમય આવી ગયો છે.
પીએમ મોદીએ કહ્યુ કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું આઝાદીના આ અમૃત ઉત્સવ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારત(India) પ્રેમીઓને, ભારતીયોને મારા ઘણા અભિનંદન પાઠવુ છુ. અહીં સાંભળો તેમનું સંપૂર્ણ ભાષણ..
#WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National)
— ANI (@ANI) August 15, 2022