News Continuous Bureau | Mumbai
JB Kripalani PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અદભૂત વ્યક્તિ અને બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ તરીકે તેમને યાદ કરીને, PM મોદીએ સમૃદ્ધ, મજબૂત અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય તેવા ભારતના તેમના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
JB Kripalani PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:
Remembering Acharya Kripalani on his birth anniversary. He was a towering figure in India’s freedom struggle and an embodiment of intellect, integrity and courage. He was deeply committed to democratic values and principles of social justice.
Acharya Kripalani was unafraid to…
— Narendra Modi (@narendramodi) November 11, 2024
“આચાર્ય કૃપાલાનીને ( Acharya Kripalani ) તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહાન વ્યક્તિ હતા અને બુદ્ધિ, પ્રામાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ હતા. તેઓ લોકશાહી મૂલ્યો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે ઊંડે સુધી પ્રતિબદ્ધ હતા.
આ સમાચાર પણ વાંચો: AICFB National Team Chess Championship : બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 સમાપ્ત, ઈનામ વિતરણ સમારોહમાં આપવામાં આવી કુલ આટલા લાખની રોકડ રકમ.
આચાર્ય કૃપાલાની ( JB Kripalani ) અન્યાય સામે લડવામાં ડરતા ન હતા. આપણે એક એવા ભારતના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ જે સમૃદ્ધ, મજબૂત હોય અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.