News Continuous Bureau | Mumbai
PM Modi Sagarmanthan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત પ્રથમ દરિયાઈ કાર્યક્રમ સાગરમંથન, ધ ઓશન ડાયલોગનાં સફળ આયોજન પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ બનાવવા માટે સાગરમંથનની સફળતા માટે હાકલ કરી હતી.
નાઇજિરીયામાં કેમ્પ ઓફિસથી મોકલેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ ( PM Modi Sagarmanthan ) જણાવ્યું હતું કે, “મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત દરિયાઇ નેટવર્ક માટેનું અમારું વિઝન – પછી તે હિંદ મહાસાગર હોય કે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર – વિશ્વભરમાં પડઘો પાડી રહ્યું છે. ઇન્ડો પેસિફિક મહાસાગરોની પહેલ’ રાષ્ટ્રોના વિકાસ માટેના મુખ્ય આધારસ્તંભ તરીકે દરિયાઇ સંસાધનોની કલ્પના કરે છે. મહાસાગરો પરનો આ સંવાદ નિયમ-આધારિત વિશ્વ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે અને રાષ્ટ્રો વચ્ચે શાંતિ, વિશ્વાસ અને મિત્રતામાં વધારો કરે છે. જ્યારે આપણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, ત્યારે સાગરમંથન જેવા સંવાદો સર્વસંમતિ, ભાગીદારી અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવા માટે અમૂલ્ય છે. તમામ હિતધારકોના સામૂહિક પ્રયાસોથી મને વિશ્વાસ છે કે આ ચર્ચાઓ દૂર-દૂર સુધી ગુંજી ઉઠશે અને ઉજ્જવળ, વધુ જોડાયેલા ભવિષ્ય તરફનો માર્ગ મોકળો કરશે.”
PM Shri @narendramodi appreciated Sagarmanthan: The Great Oceans Dialogue
“Rooted in our cultural pride, Sagarmanthan symbolizes collaboration and effort to drive prosperity. A proud step towards a sustainable maritime future.”@sarbanandsonwal@Shantanu_bjp#Oceansdialogue pic.twitter.com/zuDaDKv98E
— Ministry of Ports, Shipping and Waterways (@shipmin_india) November 19, 2024
ભારતના સમૃદ્ધ દરિયાઇ વારસા અને આ ક્ષેત્રના નિર્માણ માટેના પગલાઓ પર પ્રકાશ પાડતા, પીએમ મોદીએ ( Narendra Modi ) જણાવ્યું હતું કે, “ભારતની દરિયાઇ પરંપરા ઘણા સહસ્ત્રાબ્દીઓથી ચાલી આવે છે અને તે વિશ્વના સૌથી ધનિક લોકોમાંની એક છે. લોથલ અને ધોળાવીરાના સમૃદ્ધ બંદરીય શહેરો, ચોલા વંશના કાફલાઓ, છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમો મહાન પ્રેરણા છે. મહાસાગરો રાષ્ટ્રો અને સમાજો માટે સહિયારો વારસો છે, તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર માટે જીવાદોરી સમાન છે. અત્યારે દેશોની સુરક્ષા અને સમૃદ્ધિ મહાસાગરો સાથે ગાઢ રીતે જોડાયેલી છે. મહાસાગરોની ( Sagarmanthan ) સંભવિતતાને ઓળખીને ભારતની દરિયાઈ ક્ષમતાઓને વધારવા માટે કેટલાંક પરિવર્તનકારી પગલાં લેવામાં આવ્યાં છે. છેલ્લાં દાયકામાં ‘સમૃદ્ધિનાં બંદરો’, ‘પ્રગતિ માટેનાં બંદરો’ અને ‘ઉત્પાદકતા માટે બંદરો’નાં વિઝનથી પ્રેરિત થઈને અમે અમારાં બંદરોની ક્ષમતા બમણી કરી છે. બંદરોની કાર્યદક્ષતા વધારીને, ટર્નએરાઉન્ડ ટાઇમમાં ઘટાડો કરીને અને એક્સપ્રેસવે મારફતે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને મજબૂત કરીને, ટર્નએરાઉન્ડ ટાઇમમાં ઘટાડો કરીને અને એક્સપ્રેસવે, રેલવે અને રિવરાઇન નેટવર્ક મારફતે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને મજબૂત કરીને અમે ભારતનો દરિયાકિનારો બદલી નાંખ્યો છે.”
In his message PM Shri @narendramodi appreciated the efforts of MoPSW for organising Sagarmanthan: The Great Ocean Dialogue
“Collaborations and discussions drive inclusive and innovative maritime growth”@orfonline#Oceansdialogue pic.twitter.com/GjUboaFI05
— Ministry of Ports, Shipping and Waterways (@shipmin_india) November 19, 2024
આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: બોલિવૂડ અભિનેત્રીઓ બાદ હવે આરાધ્યા બચ્ચન બની ડીપફેક નો શિકાર, સ્ટારકિડ ના વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
દરિયાઈ ક્ષેત્રમાં (Marine sector ) પરિવર્તન માટે અગ્રણી ભૂમિકાને સ્વીકારતા કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે સાગરમંથન – ધ ઓશન્સ ડાયલોગની પ્રથમ આવૃત્તિની સફળતા માટે પ્રધાનમંત્રીનો ઉદાર શબ્દો બોલવા બદલ આભાર માન્યો હતો. પીએમ મોદીના સંદેશ પર કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ગતિશીલ નેતૃત્વમાં ભારત સમુદ્રી ક્ષેત્રમાં પરિવર્તનકારી અનુભવ જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીજીનો સંદેશ એ જ સારને સમાવી લે છે જે આ પ્રથમ દરિયાઇ વિચાર નેતૃત્વ મંચ – સાગરમંથન – પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. પોતાના શબ્દોમાં કહીએ તો, મોદીજીએ આ માળખું ‘વિકસિત ભારત’ સાથે શેર કર્યું હતું, જે કેવી રીતે ‘સહયોગ અને પ્રયત્નો સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે જરૂરી સાધનો અને દિશા પ્રદાન કરી શકે છે.’ હું, જેમના અથાક પ્રયત્નોથી આ અદ્ભુત મંચ પ્રાપ્ત થયો છે, તેમના તરફથી હું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીજીને ‘સાગરમંથન – ધ ઓશન્સ ડાયલોગ’ની ( Sagarmanthan The Great Oceans Dialogue ) સફળતા માટે સમૃદ્ધ ડહાપણ, સૂઝ અને ભાવનાના તેમના દીર્ઘદૃષ્ટા સંદેશ માટે ઊંડી પ્રશંસા કરવા માંગું છું.
I extend my heartfelt gratitude to Hon’ble PM Shri @narendramodi ji for his encouraging words and support to Sagarmanthan – The Great Oceans Dialogue. Modi Ji’s vision has been the guide towards India rise and reclamation of our maritime heritage, as we look to become a leading… pic.twitter.com/uNBXLzDxq8
— Sarbananda Sonowal (@sarbanandsonwal) November 19, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)