PM Modi Singapore: PM મોદીનું સિંગાપોરમાં ઉષ્માભર્યું સ્વાગત, PM મોદીએ મહારાષ્ટ્રીયન ધુન પર ઢોલ વગાડી ભારતીયોનો વધાર્યો ઉત્સાહ; જુઓ વિડીયો 

PM Modi Singapore: બ્રુનેઈની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ભારતના વડાપ્રધાન તેમની મુલાકાતના બીજા તબક્કામાં સિંગાપોર પહોંચ્યા છે.. આ દરમિયાન પીએમ મોદી પણ અલગ અંદાજમાં જોવા મળ્યા અને અહીં હાજર કલાકારો સાથે ઢોલ વગાડ્યો.

by kalpana Verat
PM Modi Singapore PM Modi got excited by the enthusiastic reception, played drums

News Continuous Bureau | Mumbai   

PM Modi Singapore: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ  વિદેશ પ્રવાસે છે. PM મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપુર પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પણ અલગ અંદાજમાં જોવા મળ્યા અને અહીં હાજર કલાકારો સાથે ઢોલ વગાડ્યા. આ દરમિયાન લોકોમાં પણ અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન વિદેશ પ્રવાસ દરમિયાન અલગ અંદાજમાં જોવા મળ્યા હોય.

PM Modi Singapore: પીએમ મોદીએ ઢોલ વગાડ્યો

 

PM Modi Singapore: ભારતીય સમુદાયના લોકોએ PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

પીએમ મોદી જેવો જ સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : EPS pensioners : EPS પેન્શનરો માટે સારા સમાચાર! આ તારીખથી ભારતમાં કોઈપણ બેંક, શાખામાંથી પેન્શનરો પેન્શન મેળવી શકશે.

અહેવાલ છે કે તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમને મળશે અને સિંગાપોરના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More