બાળપણમાં PM મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું કરાયુંનવીનીકરણ, આબેહૂબ તેવો સ્ટોલ બાજુમાં તે જ નંબર સાથે શરૂ કરાયો; જુઓ તસવીરો, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  

મહેસાણા જિલ્લાનું વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ છે. ત્યાં તેમનું બાળપણ વીત્યું છે. શાળાથી લઈ ચાની કીટલી સુધીની કેટલીય યાદો જોડાયેલી છે. ત્યારે મહેસાણાના વડનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવુ ટી સ્ટોલ બનાવવામાં આવ્યું છે.

પીએમ મોદી બાળપણમાં પિતા સાથે જે ટી સ્ટોલમાં કામ કરતાં અને પિતાને મદદ કરતાં આબેહૂબ તેવું જ નવું ટી-સ્ટોલ તૈયાર કરવામાં આવ્યું છે. જૂના ટી સ્ટોલને ટફન બોક્સમાં સાચવવામાં આવશે. હેરિટેજ સ્થળ પર પ્રવાસીઓ જૂના ટી સ્ટોલને પણ નિહાળી શકશે. આ સ્ટોલને નરેન્દ્ર મોદીના સ્ટોલનો જ નંબર ટી-૧૩ આપવામાં આવ્યો છે. સ્ટેશન ફરીથી શરૂ થતાં ટી સ્ટોલ પણ જૂના અંદાજમાં નવો ચાલુ કરવામાં આવ્યો છે, જેથી ફરીવાર લોકો એ જ સમયના સ્ટોલમાં ચાની ચૂસકી માણી શકશે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો, આ પાડોશી દેશમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પર લાગ્યો પ્રતિબંધ; જાણો શું છે કારણ 

નાનપણમાં પીએમ મોદી જ્યાં ચા વેચતા હતા એ રેલવે સ્ટેશન ફરી ધમધમી રહ્યું છે. આસરે ૯ મહિના પહેલા વર્ષ ૨૦૨૧માં વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટન કરી વડનગરને એક મોટી ભેટ સ્વરૂપે ડિજિટલ મધ્યમથી વડનગર રેલવે સ્ટેશન પર આવનારી ટ્રેનનું ઓપનિંગ કર્યું હતું. જે બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઘસારો પણ જાેવા મળી રહ્યો છે. વડનગર પીએમ મોદીની યાદો સાથે અનેક પૌરાણિક વારસાને પણ સાચવીને બેઠું છે.

એક સમયે પીએમ મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતાં હત્યા ત્યારે પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલની રિસેસની વખતે અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા જતા હતા. એ સમયગાળા દરમિયાન પીએમ બાળક હતા. જ્યારે ટ્રેન આવતાંની સાથે કીટલી લઈને મુસાફરોને ચા આપવા ટ્રેન સુધી પણ દોડી જતા હતા. હાલમાં પણ આ સ્ટેશન પર પીએમ મોદી ચા વેચતા હતા એ સમયનું સ્ટેશન અને ચાની કીટલી હયાત છે. જેનું નવીનીકરણ કરવામાં આવતા વર્ષો સુધી પીએમ મોદીની આ યાદોને સાચવી શકાશે. 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment