ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ વખત કોરોના ની રસી લીધી હતી. આ રસી તેમણે પોતે હોસ્પિટલમાં જઈને લીધી હતી. જોવાની વાત એ છે કે તેમણે રસી ત્યારે લીધી જ્યારથી સામાન્ય માણસને તે આપવાની શરૂઆત થઈ રહી છે. જો કે વડાપ્રધાને રસ લીધી તેમાં રાજકારણ પણ ભળ્યું છે. વડાપ્રધાન જ્યારે રસી લેવા ગયા ત્યારે તેમના ગળામાં આસામનો ગમછો હતો. તેમની મદદનીશ નર્સ પુડુચેરી અને કેરલની હતી.
જોવાની વાત એ છે કે હાલ આસામ, પુદુચેરી અને કેરળ ત્રણેય જગ્યાએ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આવા સમયે વડાપ્રધાન અને જ્યારે રસી લીધી ત્યારે પ્રાકૃતિક રીતે ચૂંટણીનો રંગ તેમાં આવી ગયો.
વડાપ્રધાને લીધી કોરોના ની સ્વદેશી રસી. લોકોને વેક્સીન લેવા હાકલ કરી.. જુઓ વિડીયો..
હવે વડાપ્રધાનને આ સ્ટંટ નો ફાયદો મળે છે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે.
