News Continuous Bureau | Mumbai
PM Modi Tamil Nadu visit : પ્રધાનમંત્રી 20 જાન્યુઆરીનાં રોજ સવારે 11 વાગે તમિલનાડુ ( Tamil Nadu ) નાં તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિર માં આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને પણ સાંભળશે. પછી પ્રધાનમંત્રી ( PM Modi ) બપોરે લગભગ 2 વાગે રામેશ્વરમ પહોંચશે તથા શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિર ( Temple ) માં દર્શન અને પૂજા-અર્ચના કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રધાનમંત્રીની અનેક મંદિરોની મુલાકાત દરમિયાન જે પ્રથાનું પાલન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ વિવિધ ભાષાઓ (જેમ કે મરાઠી, મલયાલમ અને તેલુગુ)માં રામાયણ ( Ramayana ) માં ભાગ લે છે, આ મંદિરમાં તેઓ ‘શ્રી રામાયણ પરાયણ’ નામના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં આઠ જુદી જુદી પરંપરાગત મંડળીઓ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતી રામકથાઓ (શ્રી રામના અયોધ્યા પાછા ફરવાના પ્રસંગનું વર્ણન કરીને) નું પઠન કરશે. આ ભારતીય સાંસ્કૃતિક લોકાચાર અને જોડાણને અનુરૂપ છે, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના હાર્દમાં છે. શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં પ્રધાનમંત્રી ભજન સંધ્યામાં પણ સહભાગી થશે, જ્યાં સાંજે મંદિર સંકુલમાં અનેક ભક્તિગીતો ગાવામાં આવશે.
પ્રધાનમંત્રી 21 જાન્યુઆરીનાં રોજ ધનુષકોડીનાં કોઠંડ્રામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની પણ મુલાકાત લેશે, જે એ સ્થળ હોવાનું કહેવાય છે, જ્યાંથી રામ સેતુનું નિર્માણ થયું હતું.
શ્રી રંગનાથસ્વામી મંદિર
ત્રિચીના શ્રીરંગમમાં સ્થિત આ મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિર સંકુલોમાંનું એક છે અને પુરાણો અને સંગમ યુગના ગ્રંથો સહિત વિવિધ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તે તેની આર્કિટેક્ચરલ ભવ્યતા અને તેના અસંખ્ય આઇકોનિક ગોપુરમ્સ માટે પ્રખ્યાત છે. અહીં પૂજાતા મુખ્ય દેવતા શ્રી રંગનાથ સ્વામી છે, જે ભગવન વિષ્ણુનું એક આરામદાયક સ્વરૂપ છે. વૈષ્ણવ શાસ્ત્રોમાં આ મંદિર અને અયોધ્યા ( Ayodhya ) માં પૂજાતી મૂર્તિ વચ્ચેના જોડાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે વિષ્ણુની જે છબીની પૂજા પહેલા શ્રીરામ અને તેમના પૂર્વજો કરતા હતા તે તેમણે વિભીષણને લંકા લઈ જવા માટે આપી હતી. રસ્તામાં આ મૂર્તિને શ્રીરંગમમાં સ્થિર કરવામાં આવી હતી.
મહાન દાર્શનિક અને સંત શ્રી રામાનુજાચાર્ય પણ આ મંદિરના ઇતિહાસ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા છે. તદુપરાંત, આ મંદિરમાં વિવિધ મહત્વના સ્થળો છે – ઉદાહરણ તરીકે, પ્રખ્યાત કમ્બા રામાયણમને સૌ પ્રથમ તમિલ કવિ કંબન દ્વારા આ સંકુલમાં એક ચોક્કસ સ્થળે જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : ગર્ભગૃહમાં બિરાજમાન થયા પ્રભુ શ્રીરામ, મૂર્તિની પ્રથમ તસવીર આવી સામે.. જુઓ
શ્રી અરુલમિગુ રામાનાથસ્વામી મંદિર, રામેશ્વરમ
આ મંદિરમાં પૂજાતા મુખ્ય દેવતા શ્રી રામનાથસ્વામી છે, જે ભગવાન શિવ ( Lord Shiva ) નું એક સ્વરૂપ છે. તે એક વ્યાપકપણે માનવામાં આવે છે કે આ મંદિરમાં મુખ્ય લિંગમ શ્રી રામ અને માતા સીતા દ્વારા સ્થાપિત અને પૂજા કરવામાં આવી હતી. આ મંદિરમાં સૌથી લાંબો મંદિર કોરિડોર છે, જે પોતાની સુંદર વાસ્તુકલા માટે પણ પ્રસિદ્ધ છે. તે ચાર ધામોમાંનું એક છે – બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ. તે ૧૨ જ્યોતિર્લિંગોમાં પણ એક છે.
કોઠાંડરામાસ્વામી મંદિર, ધનુષકોડી
આ મંદિર શ્રી કોઠંડરામ સ્વામીને સમર્પિત છે. કોઠંડરામ નામનો અર્થ ધનુષ્ય સાથે રામ થાય છે. તે ધનુષકોડી નામની જગ્યાએ સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે અહીં જ વિભીષણ પ્રથમ શ્રી રામને મળ્યો હતો અને તેમને આશ્રય માટે પૂછ્યું હતું. કેટલીક દંતકથાઓ એમ પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રીરામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.