News Continuous Bureau | Mumbai
PM Modi Rozgar Mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે.
રોજગાર મેળો ( Rozgar Mela ) રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની ( Narendra Modi ) પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે.
દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું ( Job fair ) આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો જેમકે રેવન્યુ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિતમાં નવા કર્મચારી કેન્દ્ર સરકારમાં જોડાશે.
આ સમાચાર પણ વાંચો : Jammu Kashmir : જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકી હુમલો, એન્કાઉન્ટર ચાલુ; આટલા આતંકીઓ માર્યા ઠાર..
નવનિયુક્ત ભરતીઓને iGOT કર્મયોગી પોર્ટલ ( iGOT Karmayogi Portal ) પર ઉપલબ્ધ ઓનલાઈન મોડ્યુલ ‘કર્મયોગી પ્રારંભ’ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે. 1400થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જે ભરતી કરનારાઓને તેમની ભૂમિકા અસરકારક રીતે નિભાવવા અને વિકસિત ભારત બનાવવાની દિશામાં કામ કરવા માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.