ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 ડિસેમ્બર 2020
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં ભાજપ દર વર્ષે સુશાસન દિવસની ઉજવણી કરે છે.
25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. છેલ્લાં 27 દિવસથી દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. તો દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે. પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે.
ભાજપ પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવી રહી છે. આ પ્રસંગે ભાજપના નેતાઓ યુપીમાં ઘણા સ્થળોએ ખેડૂતો સાથે વાતચીત કરશે. યુપીના 800 બ્લોકમાં 2500 જેટલા સ્થળોએ ભાજપ કિસાન સંવાદનું આયોજન કરી રહ્યું છે. આ સમય દરમિયાન, પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, ઘણા કેન્દ્રીય પ્રધાનો અને નેતાઓ ખેડૂતો સાથે મુલાકાત કરશે.
આમ આજના દિવાસને ખાસ દિવસ બનાવી આંદોલન કરી રહેલા ખેડૂતોને સમજાવવા ભાજપના ટોચના નેતાઓ વિવિધ સ્થળેથી ખેડૂતોને સંબોધશે.