News Continuous Bureau | Mumbai
Rashtra Prerana Sthal લખનૌ આજે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ૨:૩૦ વાગ્યે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું લોકાર્પણ કરશે. આ સ્થળ માત્ર એક સ્મારક નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે નેતૃત્વ અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં ૨ લાખથી વધુ લોકો સામેલ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને લખનૌમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
देश की महान विभूतियों की विरासत के सम्मान और संरक्षण के लिए हमारी सरकार कृतसंकल्प है। इसी कड़ी में कल दोपहर बाद करीब 2:30 बजे लखनऊ में पूर्व प्रधानमंत्री भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की 101वीं जयंती के अवसर पर ‘राष्ट्र प्रेरणा स्थल’ के उद्घाटन का सौभाग्य मिलेगा। यहां… pic.twitter.com/ssmmeQORxF
— Narendra Modi (@narendramodi) December 24, 2025
૬૫ ફૂટ ઊંચી ભવ્ય કાંસ્ય પ્રતિમાઓ
આ પરિસરમાં ભારતીય રાજનીતિના ત્રણ સ્તંભો – ડો. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાઓ રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનની યાદ અપાવે છે.
કમળના આકારનું અત્યાધુનિક મ્યુઝિયમ
સ્મારકની અંદર એક વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો આકાર ‘કમળ’ જેવો છે. આ મ્યુઝિયમ આશરે ૯૮,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેમાં અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા આ ત્રણેય મહાન નેતાઓના જીવન સંઘર્ષ અને તેમની દૂરંદેશી વિશે માહિતી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન શરૂ: ક્રિસમસ પર મુંબઈગરાને મળી મોટી ભેટ; હૈદરાબાદ માટે પ્રથમ ફ્લાઈટે ભરી ઉડાન.
PM મોદીનો સોશિયલ મીડિયા પર સંદેશ
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “દેશની મહાન વિભૂતિઓના વારસાના સન્માન અને સંરક્ષણ માટે અમારી સરકાર કૃતનિશ્ચયી છે. શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની ૧૦૧મી જન્મજયંતિ પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.”
