ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુન 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અને 17 જૂનના રોજ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી વખત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરશે. બેઠક દરમિયાન પીએમ મોદી દેશમાં વધી રહેલા કોરોના કેસની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ સાથે અનલોક-1 અંગે પ્રતિભાવ પણ જાણશે. આ સાથે એવી પણ શક્યતા છે કે આ ચર્ચા બાદ કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે કેટલાક કડક પગલાં ભરી શકે છે. આ પ્રથમ વખત હશે જ્યારે પ્રધાનમંત્રી રાજ્યો અને કેન્દ્ર શાસિક (UT)ના મુખ્યમંત્રીઓ સાથે સતત બે દિવસ વાતચીત કરશે. મળતી જાણકારી અનુસાર 16-17 જૂનનાં રોજ વડા પ્રધાન કોરોના વિશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. 16 જૂને પીએમ મોદી 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને સંચાલકો સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે આ અગાઉ પ્રધાનમંત્રીએ 11 મેના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી હતી….