396
Join Our WhatsApp Community
દેશમાં કોરોનાના સંક્રમણને લઈને અનેક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદી જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.
પીએમ આજે સવારે 11 કલાકે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરશે. આ બેઠકમાં પીએમ મોદી કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનને લઈને ચર્ચા કરશે.
આ 6 રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે પીએમએ હિલ સ્ટેશન અને બજારોમાં નિયમોનું પાલન ન થવાને લઈને ચિંતા જાહેર કરી હતી.
You Might Be Interested In