News Continuous Bureau|Mumbai.
દેશ(country)માં તમામ લોકો ઘણા લાંબા સમયથી 5G નેટવર્ક(5G service)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે આખરે તેનો અંત આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબર(1st October) થી દેશમાં 5G સેવા શરૂ થઈ જશે.
પ્રાપ્ત જાણકારી મુજબ, એશિયા(Aisa)ના સૌથી મોટી ટેકનોલોજી મંચ 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ'(India Mobile Congress)ના કાર્યક્રમમાં પીએમ મોદી(PM Modi) દેશને 5જી સેવાની ભેટ આપશે. પ્રગતિ મેદાન(Pragati Ground) ખાતે યોજાનાર 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' 4 ઓક્ટોબર સુધી ચાલશે.
સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે. તે જ સમયે, 5G સેવાને લઈને અમેરિકા(USA)માં ઉડ્ડયનના મુદ્દા પરની શંકાઓ પણ દૂર થઈ ગઈ છે. આ અંગેના અભ્યાસ બાદ ટેલિકોમ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ અંગે દેશમાં કોઈ સમસ્યા નહીં થાય. આ સમસ્યા અંગે IIT મદ્રાસ(IIT Madras)માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આઈઆઈટીના અભ્યાસ મુજબ, ગેપિંગના કારણે અમેરિકામાં જે સમસ્યા સર્જાય છે તેનો સામનો ભારતમાં નહીં કરવો પડે.