Site icon

PM મોદી આજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિની કરશે ઘોષણા, જોવા મળશે આટલા હજારથી વધુ એથ્લેટ્સની ભાગીદારી

PM નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓપન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ની જાહેરાત કરશે.

PM Modi Return India: What is going on in India', asked Nadda at the airport

PM Modi Return India: What is going on in India', asked Nadda at the airport

 News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી મેના રોજ એટલે કે આજે સાંજે 7 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓપન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ની જાહેરાત કરશે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા અને યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉભરતા ખેલાડીઓને ટેકો આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું સંગઠન આ દિશામાં વધુ એક પગલું છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના આ વિસ્તારમાં મોડી રાત્રે ફાટી નીકળી ભીષણ આગ.. દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો..

આ વર્ષે, ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિ ઉત્તર પ્રદેશમાં 25મી મેથી 3જી જૂન દરમિયાન યોજાશે. આ સ્પર્ધાઓ વારાણસી, ગોરખપુર, લખનૌ અને ગૌતમ બુદ્ધ નગરમાં યોજાશે. આ ગેમ્સમાં 200થી વધુ યુનિવર્સિટીઓના 4750થી વધુ એથ્લેટ્સની ભાગીદારી જોવા મળશે, જેઓ 21 રમતોમાં ભાગ લેશે. ગેમ્સનો સમાપન સમારોહ 3જી જૂને વારાણસીમાં યોજાશે.

ગેમ્સના માસ્કોટનું નામ જીતુ છે, જે સ્વેમ્પ ડીયર (બારાસિંઘ) – ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version