248
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર
અમેરિકી પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરથી યુરોપના પ્રવાસે જઈ રહ્યા છે.
પીએમ મોદી પોતાના ઇટાલી પ્રવાસ દરમ્યાન G20 સમિટમાં ભાગ લેશે.
પ્રાપ્ત જાણકારી મુજબ માહિતી મુજબ, G20 સંમેલન 30-31 ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે.
આ સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.
ઈટલીમાં જી-20 સમીટ પછી તેઓ યુકે જવાના છે. બાદમાં તેઓ સ્કોટલેંડના ગ્લાસગોમાં કોપ 26 ક્લાઈમેટ સંમેલનમા પણ ભાગ લેશે. જેમાં તેઓ યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય મામલે ચર્ચા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સમયગાળા પછી, પહેલી G20 કોન્ફરન્સ છે, જે ફિઝિકલ મોડમાં થઈ રહી છે.
You Might Be Interested In