કલમ 370 દૂર થયા બાદ પહેલી વખત પીએમ મોદી જશે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી શકે છે મુલાકાત; જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ધારા 370 નાબૂદ કરાયા બાદ પ્રથમ વખત પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે.

24 એપ્રિલે તેઓ રાજ્યની મુલાાકત લેશે અને સાંબામાં સ્થાનિક લોક પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.

સાથે શક્ય છે કે, પીએમ મોદી કાસ્મીરી પંડિતોને પણ મળે. જેથી કરીને તેમને કાશ્મીર ખીણમાં પાછા ફરવામાં શું સમસ્યા નડી રહી છે તેની જાણકારી મળે.

કેન્દ્ર સરકારે રાજ્યમાં સીમાંકનની કામગીરી પૂરી થાય તે બાદ તરત ચૂંટણી કરાવવાનો પણ વાયદો કર્યો છે. જે સંદર્ભમાં પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 2019માં કલમ 370 દૂર કર્યા બાદ સુરક્ષાદળોને આતંકીઓ સામે વધારે આકરું વલણ અપનાવવાના આદેશ આપેલ છે.

આ સમાચાર પણ વાંચો :   ચૂંટણી બાદ માત્ર 15 દિવસમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ, મોદી સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા; કહી આ વાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More