News Continuous Bureau | Mumbai
ધારા 370 નાબૂદ કરાયા બાદ પ્રથમ વખત પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે.
24 એપ્રિલે તેઓ રાજ્યની મુલાાકત લેશે અને સાંબામાં સ્થાનિક લોક પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
સાથે શક્ય છે કે, પીએમ મોદી કાસ્મીરી પંડિતોને પણ મળે. જેથી કરીને તેમને કાશ્મીર ખીણમાં પાછા ફરવામાં શું સમસ્યા નડી રહી છે તેની જાણકારી મળે.
કેન્દ્ર સરકારે રાજ્યમાં સીમાંકનની કામગીરી પૂરી થાય તે બાદ તરત ચૂંટણી કરાવવાનો પણ વાયદો કર્યો છે. જે સંદર્ભમાં પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 2019માં કલમ 370 દૂર કર્યા બાદ સુરક્ષાદળોને આતંકીઓ સામે વધારે આકરું વલણ અપનાવવાના આદેશ આપેલ છે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી બાદ માત્ર 15 દિવસમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ, મોદી સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા; કહી આ વાત