ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા અને કર પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. પ્લેટફોર્મનું નામ ‘'ટ્રાન્સપેરેન્ટ ટૅક્સેશન-ઑનરિંગ ધ ઑનેસ્ટ' છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા સુધારા છે. અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સુવિધાઓ 25 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.
પોતાના સંબોધન માં વડાપ્રધાને કહ્યું કે અમે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રમાણિક કરદાતાઓનું સન્માન થશે. એક પ્રમાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા નિભાવે છે. જો કરદાતાનું જીવન સરળ બને તો તે આગળ વધે છે, આ સાથે જ દેશ પણ આગળ વધે છે. આજથી શરૂ થઈ રહેલી નવી સુવિધા મિનિમમ ગર્વનમેંટ – મૅક્સિમમ ગર્વનેન્સને આગળ વધારશે અને આથી આમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો થઇ જશે.
પીએમ મોદીએ કહ્યું કે, શોર્ટકટ બરાબર નથી. ખોટી રીતે અપનાવવી યોગ્ય નથી. દરેકને કર્તવ્યભાવથી કામ કરવું જોઈએ. એ જમાનો હવે ચાલ્યો ગયો છે. હવે દેશ એવા માહોલ સાથે આગળ વધી રહ્યો છે કે જ્યાં કર્તવ્યભાવ સર્વોપરિ છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, 2012-13માં જેટલાં ટેક્સ રિટર્ન્સ થતા હતા અને તેની સ્ક્રૂટીની થતી હતી, આજે 130 કરોડો લોકોમાંથી ફક્ત દોઢ કરોડ જ લોકો ટેક્સ ભરી રહ્યા છે અને આ સંખ્યા ખુબ જ ઓછી છે. દરેક વ્યક્તિએ તેના પર ચિંતન કરવું પડશે, તેનાથી જ દેશ આત્મનિર્ભર તરફ આગળ વધશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, પહેલાં પોતાના શહેરનો અધિકારી જ મામલાને જોતો હતો, પણ હવે ટેક્નોલોજીને કારણે દેશનાં કોઈપણ ભાગનો અધિકારી કેસની તપાસ કરી શકશે. જો મુંબઈમાં કોઈ કેસ સામે આવે છે તો, તેની તપાસનો કેસ મુંબઈ છોડીને કોઈપણ શહેરની ટીમની પાસે જઈ શકે છે. આ આદેશનો રિવ્યૂ કોઈ બીજા શહેરની ટીમ કરશે. તેમજ ટીમમાં કોણ હશે તેનો જવાબ પણ કોમ્પ્યુટરથી જ આપવામાં આવશે.
કરસુધારા અંગે વાતચીત કરતા નાણાપ્રધાન નિર્માલા સીતારમણે કહ્યુ કે ટેક્સ કર મામલા અંગે નવા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આવકવેરા વિભાગે મહત્ત્વના સુધારા કર્યા છે. કર ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ ચાલુ છે. કોરોના મહામારીને જોતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ પણ વધારી દેવામાં આવી છે. નાણામંત્રીએ આગળ કહ્યુ કે પીએમનું મિશન ઈમાનદાર કરદાતાઓને પુરસ્કાર આપવાનું છે. આનાથી પારદર્શકતા આવશે. આવકવેરા વિભાગ અને કરદાતા વચ્ચે તાલમેલ થશે. ગત વર્ષે કોર્પોરેટ ટેક્સ 30માંથી 20 ટકા કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે અનેક સુધારા કર્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com