ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
ભારતની યુનિવર્સિટીઓએ માઇક્રોસોફ્ટ કોર્પથી લઈને ગૂગલ જેવી જાયન્ટ કંપનીઓનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આપ્યાં છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ભારતની યુનિવર્સિટીઓ યેલ, ઑક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ જેવી વૈશ્વિક યુનિવર્સિટી સાથે પ્રતિસ્પર્ધા કરી વધુ ગુણવત્તા સભર બને. જેથી ભારતીય વિદ્યાર્થીઓ ને દેશમાં જ વિશ્વસ્તરનું શિક્ષણ મળી રહે..
શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલે આજે સવાલોના લેખિત જવાબોમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયાના દેશોના 750,000 વિદ્યાર્થીઓને વિદેશમાં ડિગ્રી મેળવવા માટે લગભગ 15 અબજ ડોલર ખર્ચ કરવા માટે ભારે દબાણનો સામનો કરવો પડે છે. આથી ભારતમાં જ જો ઘર આંગણે યેલ, ઓક્સફર્ડ જેવી વિદેશી યુનિવર્સિટીઓ આવશે તો તેના સંચાલનનું નિયમન કાયદા હેઠળ જ કરાશે – જે માટેનો ડ્રાફ સંસદની મંજૂરી માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે,
પોખરીયાલે જણાવ્યું હતું કે, ભારતમાં યુનિવર્સિટી ખોલવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઓસ્ટ્રેલિયાની સરકાર અને કેટલીક યુનિવર્સિટીઓએ આ દરખાસ્તમાં રસ દાખવ્યો છે. બહુ જલ્દીથી ભારત પાસે કેટલીક ઉત્તમ, વિશ્વ-સ્તરની સંસ્થાઓ હશે, એમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું..
નોંધનીય છે કે હજી પણ, ભારતમા મુશ્કેલ બ્યુરોક્રેસી વિદેશી યુનિવર્સિટીઓ માટે જમીન, શૈક્ષણિક કર્મચારી અને પૂરતા માળખાગત સંપાદન કરવામાં મુશ્કેલીઓ સાથે મુખ્ય અવરોધ બની રહયાં છે. જે અંગે પણ સરકાર કામ કરી રહી છે. કેટલીક યુનિવર્સિટીઓએ પહેલેથી જ ભારતીય સંસ્થાઓ સાથે ભાગીદારી નોંધાવી છે, જેનાથી વિદ્યાર્થીઓ ભારતમાં આંશિક અભ્યાસ કરી શકે છે અને વિદેશના મુખ્ય કેમ્પસમાં તેમની ડિગ્રી પૂર્ણ થઈ શકે છે.
આમ પણ 51000 થી વધુ સંસ્થાઓ સાથે, ભારતની ઉચ્ચ શિક્ષણ પદ્ધતિ પહેલાથી જ વિશ્વની સૌથી મોટી સંસ્થાઓમાની એક ગણાય છે અને વિદ્યાર્થીઓ ની નોંધણીની બાબતમાં, તે ચીન પછી બીજા ક્રમે આવે છે.
