News Continuous Bureau | Mumbai
PM Modi with kids : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રસંગોએ બાળકો સાથે ગેમ રમતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની નજીક જોઈને બાળકો પણ ખુશ થઈ જાય છે. પીએમ મોદી અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો સાથે મસ્તી કરતા વીડિયો શેર કરે છે. દરમિયાન હાલ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સિક્કાની મદદથી બાળકો સાથે રમતા જોવા મળે છે.
મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર ક્ષણો
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી ક્યારેક બાળકોના માથા પર થપકી મારતા જોવા મળે છે તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતી વખતે પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે, મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર પળો! આ વીડિયો પર ઘણા યુઝર્સ રિએક્શન પણ આપી રહ્યા છે.
View this post on Instagram
બાળકો સાથે મસ્તી
આ વીડિયોમાં વડાપ્રધાન મોદી પ્રથમ વખત બે બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. તે પછી તે બાળકોની સામે કપાળ પર એક રૂપિયાનો સિક્કો ચોંટાડતા જોવા મળે છે. પહેલા તેઓ બે બાળકના એક બીજા સાથે માથા અથડાવતા જોવા મળે છે. જે બાદ એક રુપિયાનો સિક્કો લઈ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે.
આ પહેલા પણ વાયરલ થયા છે વીડિયો
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીનો બાળકો સાથેનો વીડિયો આ રીતે વાયરલ થયો હોય. આ પહેલા પણ વડાપ્રધાન અનેક પ્રસંગોએ બાળકો સાથે હસતા અને મસ્તી કરતા જોવા મળ્યા છે. આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમ મોદી અખિલ ભારતીય શિક્ષણ પરિષદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બાળકોને પણ મળ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર બાળકો સાથેની તસવીર શેર કરતા લખ્યું, માસૂમ બાળકો સાથે આનંદની થોડી ક્ષણો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને આનંદથી ભરી દે છે.