Site icon

PM Modi with kids : બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા PM મોદી, માથા પર સિક્કો ચોંટાડીને દેખાડ્યું જાદૂ.. જુઓ વિડીયો

PM Modi with kids : પીએમ મોદી ક્યારેક બાળકોના માથા પર થપકી મારતા જોવા મળે છે તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડતા જોવા મળે છે. આ વીડિયો પર ઘણા યુઝર્સ રિએક્શન પણ આપી રહ્યા છે.

PM Modi with kids PM Modi performs coin trick for children visiting his office

PM Modi with kids PM Modi performs coin trick for children visiting his office

News Continuous Bureau | Mumbai

PM Modi with kids : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રસંગોએ બાળકો સાથે ગેમ રમતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની નજીક જોઈને બાળકો પણ ખુશ થઈ જાય છે. પીએમ મોદી અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો સાથે મસ્તી કરતા વીડિયો શેર કરે છે. દરમિયાન હાલ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સિક્કાની મદદથી બાળકો સાથે રમતા જોવા મળે છે.

Join Our WhatsApp Community

મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર ક્ષણો

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી ક્યારેક બાળકોના માથા પર થપકી મારતા જોવા મળે છે તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતી વખતે પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે, મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર પળો! આ વીડિયો પર ઘણા યુઝર્સ રિએક્શન પણ આપી રહ્યા છે.

 

બાળકો સાથે મસ્તી 

આ વીડિયોમાં વડાપ્રધાન મોદી પ્રથમ વખત બે બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. તે પછી તે બાળકોની સામે કપાળ પર એક રૂપિયાનો સિક્કો ચોંટાડતા જોવા મળે છે. પહેલા તેઓ બે બાળકના એક બીજા સાથે માથા અથડાવતા જોવા મળે છે. જે બાદ એક રુપિયાનો સિક્કો લઈ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે.

 આ પહેલા પણ વાયરલ થયા છે વીડિયો

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીનો બાળકો સાથેનો વીડિયો આ રીતે વાયરલ થયો હોય. આ પહેલા પણ વડાપ્રધાન અનેક પ્રસંગોએ બાળકો સાથે હસતા અને મસ્તી કરતા જોવા મળ્યા છે. આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમ મોદી અખિલ ભારતીય શિક્ષણ પરિષદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બાળકોને પણ મળ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર બાળકો સાથેની તસવીર શેર કરતા લખ્યું, માસૂમ બાળકો સાથે આનંદની થોડી ક્ષણો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને આનંદથી ભરી દે છે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version