ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુન 2020
આજે CII ની સ્થાપનાના 125 વર્ષ પૂર્ણ કર્યા એ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરસિંગ દ્વારા સંસ્થાના સભ્યોને સંબોધિત કર્યાં હતાં. તેમણે કહ્યું કે "કોરોના સામે અર્થવ્યવસ્થાને મજબુત બનાવવી એ આપણી ઉચ્ચતમ પ્રાથમિકતાઓ છે. આ માટે સરકારે તાત્કાલિક નિર્ણય લીધા છે. અમે એવા નિર્ણયો પણ લીધા છે જે દેશને લાંબા ગાળે મદદ કરશે,
આ માટે 5 નિયમોને અનુસરવાનું જણાવ્યું હતુ:: ઉદ્દેશ, સમાવેશ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા – ભારતના વિકાસને વેગ આપવા અને તેને 'આત્મનિર્ભર' બનાવવા આ પાંચ બાબતો મહત્વપૂર્ણ છે.
દેશને હવે એવા ઉત્પાદનો બનાવવાની જરૂર છે કે જે 'મેડ ઇન ઈન્ડિયા' હોય પરંતુ 'મેડ ફોર ધ વર્લ્ડ' છે: એમ પણ વડા પ્રધાન મોદીએ સુચવ્યું હતું.
* ખાનગી ઉદ્યોગો માટે, વધુ સારા ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રોત્સાહન
* આ સુધારણા રેન્ડમ અથવા વેરવિખેર નિર્ણયો નથી, આ નિર્ણય પ્રણાલીગત, આયોજન બદ્ધ, લેવામાં આવ્યાં છે
* સરકાર દ્વારા 200 કરોડ રૂપિયાની ખરીદીમાં, નાના ઉદ્યોગોને વેગ આપવા વૈશ્વિક ટેન્ડર દૂર કરવામાં આવ્યા છે
* આજે વિશ્વ એક વિશ્વસનીય ભાગીદારની શોધમાં છે અને ભારતીય ઉદ્યોગએ તેનો મહત્તમ લાભ ઉઠાવવો જોઈએ
* હાલની પરિસ્થિતિને "અવસર" ગણી ઉદ્યોગપતિઓને "સ્વદેશી પ્રેરણાના ચેમ્પિયન" તરીકે બહાર આવવા કહ્યું.
* આયાત બિલને ઘટાડવા માટે 'મેડ ઇન ઈન્ડિયા' અને 'મેડ ફોર ધ વર્લ્ડ' ઉત્પાદનોની પણ તૈયારી કરો
* તેમણે ઉદ્યોગકારોને વિનંતી કરી કે "દરેક ક્ષેત્ર પર વિગતવાર અભ્યાસ સાથે આગળ આવે. સારા ભવિષ્યના નિર્માણ માટે વધુ સારા સુધારા માટે સાથે મળીને ચર્ચા કરીશું"
વડા પ્રધાન મોદીએ CII ને સારી કામગીરી માટે સમયસર ફેરફાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સરકારે લોકડાઉનથી ચાલતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અત્યાર સુધીમાં રૂ. 20 લાખ કરોડથી વધુના સ્ટીમ્યુલસ પેકેજનું આપ્યું છે, સાથે જ નાના ઉદ્યોગો માટે કરવેરામાં રાહત તેમજ ઘરેલું ઉત્પાદન અને અન્ય સેગમેન્ટ્સ માટે પ્રોત્સાહનો ધ્યાન પર કેન્દ્રિત છે…