News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ ઇસ્ટના પ્રવાસ પર હતા. ઉલ્લેખનીય છે કે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ફૂટબોલ સૌથી વધુ લોકપ્રિય રમત છે. અહીંથી ભારતનો સ્ટાર ફૂટબોલ ખેલાડી બાઇચુંગ ભૂટિયા પણ આવે છે. આ પરિસ્થિતિમાં જે દિવસે વર્લ્ડકપની ફાઇનલ મેચ હતી તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફૂટબોલના મેદાનમાં એક થી થયેલી ભીડને સંબોધવા માટે આવ્યા ત્યારે તેમણે પણ પોતાનું ભાષણ ફૂટબોલની શૈલીમાં આપ્યું.
વડાપ્રધાનની ફૂટબોલ કોમેન્ટ્રી –
પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે અમે અનેક વસ્તુઓ અને રેડ કાર્ડ દેખાડ્યું છે. પોતાના ભાષણમાં ગોલને સ્કોર કરવા માટે તેમણે જોરદાર શાબ્દિક પેનલ્ટી સ્ટ્રોક માર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ફૂટબોલ મેનિયા ચાલુ છે ત્યારે ઉત્તરપૂર્વીય રાજ્યો માં ડેવલપમેન્ટ મેનિયા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિસ્તારમાં ભાષણ કરવા જાય છે તે વિસ્તારમાં લોકોની પસંદ અને નાપસંદ ને ધ્યાનમાં રાખીને પોતાનું સંબોધન કરે છે. આમ વડાપ્રધાને ઉત્તરપૂર્વીય રાજ્યમાં પોતાની સ્પીચ ને ફૂટબોલના શબ્દોથી સજાવી હતી.
पिछले 8 वर्षों में हमने नॉर्थ ईस्ट के विकास से जुड़ी अनेक रुकावटों को Red Card दिखाया है। मेघालय के मेरे भाइयों-बहनों को कनेक्टिविटी, शिक्षा, कौशल और रोजगार की दर्जनों परियोजनाओं के लिए बहुत-बहुत बधाई। pic.twitter.com/UjJBbXNpeQ
— Narendra Modi (@narendramodi) December 18, 2022