ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 નવેમ્બર 2020 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહીને કરવામાં આવતા રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી કરોડો રૂપિયાની આવક પણ થઇ રહી છે. એક RTIમાં આ આવકનો ખુલાસો થયો છે. 2014 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળની શરૂઆત થઈ ત્યારથી, માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત અત્યાર સુધીમાં 30 કરોડની કમાણી  થઇ છે.  આ કાર્યક્રમ લોકોમાં ખૂબ મનપસંદ પણ બન્યો, જેમાં પીએમ મોદી દર મહીને વિવિધ મુદ્દાઓ પર દેશના નાગરિકો સાથે ચર્ચા-વિચારણા કરે છે.  
મન કી બાત કાર્યક્રમને લઈને એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે આ કાર્યક્રમથી છેલ્લા 6 વર્ષમાં તેણે ₹ 30 કરોડ 28 લાખની આવક કરી છે. આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે આ કાર્યક્રમના અખબારોમાં જાહેરાત કરવા માટે કુલ 7 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે આ કાર્યક્રમની આવક લગભગ ત્રણ ગણી થઈ છે. નોંધનીય છે કે પીએમ મોદીનો આ રેડિયો કાર્યક્રમ હવે લોકપ્રિય થઇ રહ્યો છે અને આ કાર્યક્રમ માટે પીએમ મોદી ઘણીવાર સલાહ પણ માંગે છે.
RTI મુજબ આ કાર્યક્રમથી દર વર્ષે આટલી આવક થઇ છે જે નીચે મુજબ છે…
વર્ષ આવક
2014-15                              1.16 કરોડ
2015-16                              2.81 કરોડ
2016-17                              5.12 કરોડ
2017-18                             10.58 કરોડ
2018-19                              7.47 કરોડ
2019-20                              2.56 કરોડ
2020-અત્યાર સુધી                 58 લાખ….
			        
			        
                                                        