News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના રાજગઢ (Rajgadh) જિલ્લામાં રહેતી એક મહિલા પીએમ મોદી (PM Modi) થી ઘણી ખુશ છે.મંગુબાઈ (Mangubai) મોદીની પ્રશંસા કરી રહી છે. મંગુબાઈ પોતાની 25 વીઘા જમીન (25 Bigha Land) પીએમ મોદીને આપવા તૈયાર છે.
મહિલાનું નામ મંગુબાઈ છે. મંગુબાઈ એ મીડિયાને કહ્યું કે “મોદી મારો લાલ, મારો પુત્ર છે. મોદીએ અમને ઘઉં-ચોખા, ખાતર અને બિયારણ આપ્યા છે. મને ઘર આપ્યું છે. મોદી મને વિધવા પેન્શન આપે છે.”
મંગુબાઈ કહે છે કે તે પીએમ મોદીને મળવા માંગે છે. તેમણે કહ્યું કે “મેં મોદીને ક્યારેય રૂબરૂ જોયા નથી, પરંતુ ટીવી પર ચોક્કસ જોયા છે. હું મારા પુત્ર (PM મોદી)ને મળવા માંગુ છું. હું તેમના માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ આપવા માંગુ છું. PM મોદીનું કહેવું છે. આ મારુ પેન્શન થોડું વધારે વધારવું દે.”
મંગીબાઈને 14 બાળકો છે. 12 દીકરીઓ અને બે દીકરા છે..
મંગુબાઈ ને 14 બાળકો છે. 12 દીકરીઓ અને બે દીકરા છે, પણ સૌથી લાડકો દીકરો પીએમ મોદી છે. મારા 14 બાળકો પીએમ મોદી જેટલો કામનો નથી. મેં ઘરના દીવાલ પર પીએમ મોદીનો ફોટો લગાવ્યો છે. દરરોજ સવારે ઉઠીને હું મોદીની તસ્વીર જોઉં છું. વૃદ્ધ મહિલાનું કહેવું છે કે, “હું મારી 25 વીઘા જમીન માત્ર પીએમ મોદીને જ આપીશ, કારણ કે પીએમ મોદી દ્વારા અમારી તમામ દેખરેખ કરવામાં આવે છે.”
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ (BJP) ના કાર્યકરો વિકાસ યોજનાનો પ્રચાર કરવા ગામ હરીપુરા જાગીર (Haripura Jahangir) પહોંચ્યા હતા. અહીં મંગુબાઈએ કાર્યકરોને કહ્યું હતું કે પીએમ મોદીની પત્રિકા હોય તો જ આપો, બીજાની હોય તો ના આપો. હાલ મંગુબાઈનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.