Site icon

Voice of Global South Summit: વાંચો અહીં વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 3.0ના ઉદ્ઘાટન સત્રમાં PM નરેન્દ્ર મોદીનું સમાપન ભાષણ..

Voice of Global South Summit: વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 3.0ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનું સમાપન ભાષણ

PM Narendra Modi attends the inaugural session of Voice of Global South Summit 3.0, read PM Modi's closing speech here..

PM Narendra Modi attends the inaugural session of Voice of Global South Summit 3.0, read PM Modi's closing speech here..

News Continuous Bureau | Mumbai

 Voice of Global South Summit :  

Join Our WhatsApp Community

મહામહિમ

મહાનુભાવો,

તમારા અમૂલ્ય વિચારો અને સૂચનો બદલ હું ( Narendra Modi ) આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે બધાએ અમારી સામાન્ય ચિંતાઓ અને આકાંક્ષાઓને પ્રકાશિત કરી છે. તમારા વિચારોથી સ્પષ્ટ થાય છે કે ગ્લોબલ સાઉથ એકજૂથ છે.

તમારા સૂચનો અમારી વ્યાપક ભાગીદારીનું પ્રતિબિંબ છે. આજે અમારી ચર્ચા પરસ્પર સંવાદિતા સાથે આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. મને વિશ્વાસ છે કે આ આપણા સામાન્ય લક્ષ્યોને હાંસલ કરવામાં વેગ આપશે.

મિત્રો,

તમને બધાને સાંભળ્યા પછી, આજે હું તમારી સમક્ષ ભારત વતી એક વ્યાપક “ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ” ( Global Development Compact ) પ્રસ્તાવિત કરવા માંગુ છું. આ કોમ્પેક્ટનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવો પર આધારીત હશે. આ કોમ્પેક્ટ ગ્લોબલ સાઉથના દેશો ( Global South countries ) દ્વારા સ્વંય નિર્ધારિત કરવામાં આવેલી વિકાસની પ્રાથમિકતાઓ પર પ્રેરિત હશે.

આ માનવ-કેન્દ્રિત અને બહુ-પરિમાણીય હશે અને વિકાસ માટે બહુ-ક્ષેત્રીય અભિગમને પ્રોત્સાહન આપશે. તે ડેવલપમેન્ટ ફાઇનાન્સના ( Development Finance )  નામે જરૂરિયાતમંદ દેશો પર દેવાનો બોજ નહીં નાખે. આ ભાગીદાર દેશોના સંતુલિત અને ટકાઉ વિકાસમાં ફાળો આપશે.

મિત્રો,

‘ડેવલપમેન્ટ કોમ્પેક્ટ’ ​​( Development Compact ) હેઠળ, અમે વિકાસ માટે વેપાર, સતત વૃદ્ધિ માટે ક્ષમતા નિર્માણ, ટેક્નોલોજીની વહેંચણી, પ્રોજેક્ટ વિશિષ્ટ કન્સેશનલ ફાઇનાન્સ અને અનુદાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. વેપાર પ્રમોશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે, ભારત $2.5 મિલિયનનું વિશેષ ભંડોળ શરૂ કરશે. ક્ષમતા નિર્માણ માટે વેપાર નીતિ અને વેપાર વાટાઘાટોની તાલીમ આપવામાં આવશે. આ માટે એક મિલિયન ડોલરનું ફંડ આપવામાં આવશે.

ભારત ગ્લોબલ સાઉથના દેશોમાં નાણાકીય તણાવ અને વિકાસ ભંડોળ માટે SDG સ્ટિમ્યુલસ લીડર્સના જૂથમાં યોગદાન આપી રહ્યું છે. અમે ગ્લોબલ સાઉથને સસ્તું અને અસરકારક જેનરિક દવાઓ આપવા માટે કામ કરીશું. અમે ડ્રગ રેગ્યુલેટરની તાલીમમાં પણ સહકાર આપીશું. અમને કૃષિ ક્ષેત્રમાં ‘કુદરતી ખેતી’ના અમારા અનુભવો અને ટેકનોલોજી શેર કરવામાં આનંદ થશે.

આ સમાચાર પણ વાંચો :  Thane Ring Metro Project: કેબિનેટે આટલા કરોડના થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટને આપી મંજૂરી..

મિત્રો,

તમે તણાવ અને સંઘર્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ આપણા બધા માટે ગંભીર બાબત છે. આ ચિંતાઓને દૂર કરવી એ ન્યાયી અને સર્વસમાવેશક વૈશ્વિક શાસન પર આધારિત છે. આવી સંસ્થાઓ જેમની પ્રાથમિકતાઓ ગ્લોબલ સાઉથને પ્રાધાન્ય આપે છે. જ્યાં વિકસિત દેશો પણ તેમની જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરે છે.

વૈશ્વિક ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું અંતર ઘટાડવા પગલાં લો. આગામી મહિને યુએન ખાતે સમિટ ઓફ ધ ફ્યુચર આ બધા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની શકે છે.

મહામહિમ

મહાનુભાવો,

ફરી એકવાર હું તમારી હાજરી અને મૂલ્યવાન વિચારો માટે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે અમે ગ્લોબલ સાઉથની પ્રગતિ માટે અમારો અવાજ ઉઠાવવાનું અને અમારા અનુભવો શેર કરવાનું ચાલુ રાખીશું, આજે આખો દિવસ, અમારી ટીમો તમામ વિષયો પર ઊંડાણપૂર્વક વિચાર કરશે. અને આવનારા સમયમાં પણ આપ સૌના સહકારથી અમે આ મંચને આગળ લઈ જઈશું.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Civil Enclave AAI: પશ્ચિમ બંગાળના આ એરપોર્ટ ખાતે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મળી કેબિનેટની મંજૂરી

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version