Site icon

આજે પશ્વિમ બંગાળ અને ઓરિસ્સા જશે મોદી, અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 મે 2020 

કોરોના મહામારીની માર સહન કરી રહેલા ભારત પર પ્રકૃતિએ પણ કહેર વર્તાવ્યો છે. સુપર સાઇક્લોન અમ્ફાનથી ઓરિસ્સા અને પશ્વિમ બંગાળમાં ભારે તબાહી મચાવી છે. ત્યારે કેન્દ્ર અને બંગાળની વચ્ચે વિખવાદની વચ્ચે પીએમ મોદી અને મમતા બેનર્જી કોલકત્તા સહિત ઉત્તર અને દક્ષિણ પરગનાના પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરશે. વડાપ્રધાન કાર્યાલય એ જાણકારી આપી છે કે આજે પીએમ મોદી પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં ચક્રવાત અમ્ફાનને ધ્યાનમાં રાખતાં સ્થિતિનું નિરિક્ષણ કરશે અને સર્વે બાદ પીએમ સીએમ મમતાની સાથે સમીક્ષા બેઠક પણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 1.30 વાગ્યે ઓરિસ્સા જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે અહીં આ વાવાઝોડાથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ઘણા લોકો બેઘર બન્યા છે અને અમ્ફાન ચક્રવાતી તોફાને બંગાળમાં ખૂબ નુકસાન કર્યું છે. કોલકત્તા સહિત કેટલાંય જિલ્લાઓમાં તોફાનના લીધે 72 લોકોનાં મોત થયા છે..

GST: શું હજુ પણ થશે GST માં ઘટાડો? PM મોદીએ ટેક્સ ને લઈને આપ્યો આવો સંકેત
GST Rate: જાણો GST દર ઘટાડા પછી તમારી કરિયાણાની વસ્તુઓના ભાવમાં કેટલો ફેરફાર થયો?
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Exit mobile version