ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
પીએમ મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના મામલામાં તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે આજે એક કમિટી બનાવી છે.
આ કમિટી તપાસ કરશે કે પીએમ મોદીની સુરક્ષા માં શું ચૂક થઈ હતી અને તેના માટે કોણ જવાબદાર છે તથા આવી ઘટના ફરી ના બને તે માટે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ.
આ કમિટીના અધ્યક્ષ તરીકે પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની નિમણૂંક કરવામાં આવી છે.
આ નિર્ણય CJI NV રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આપ્યો છે. એકતરફી તપાસના
આક્ષેપને દૂર કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
આ કમિટીમાં ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા, ડીજી એનઆઈએ, ડીજી ચંદીગઢ અને પંજાબ એડીજીપી સામેલ હશે.
