ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10મી જુલાઈએ એશિયાના સૌથી મોટા સૌર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ સોલાર પ્લાન્ટ રેવા જિલ્લા મથકથી 25 કિમી દૂર સ્થાપિત થયેલ છે. મધ્યપ્રદેશના રેવામાં આ સોલાર પ્લાન્ટ દિલ્હી મેટ્રોને પણ વીજળી પહોંચાડશે. આ સૌર પ્લાન્ટ 750 મેગાવોટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે પ્લાન્ટની અંદર સોલર પાવરમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે 3 એકમો છે. આ ત્રણેય એકમો 250-250 મેગાવોટ વીજ ઉત્પાદન કરશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન 10 જુલાઇએ રાજ્યમાં સ્થાપિત રેવા અલ્ટ્રા મેગા સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. છેલ્લી દિલ્હી મુલાકાતમાં વડા પ્રધાને તેની મંજૂરી આપી દીધી છે. આ સોલાર પ્લાન્ટ ફક્ત જાન્યુઆરી 2020 મા જ શરૂ કરાયો હતો, પરંતુ પીએમ મોદી પાસે સમય ન હોવાને કારણે, હજી તે છોડવામાં આવ્યો નથી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com