News Continuous Bureau | Mumbai
M. Venkaiah Naidu: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે. આ કાર્યક્રમનું આયોજન અન્વયા કન્વેન્શન સેન્ટર, ગાચીબોવલી, હૈદરાબાદ ( Hyderabad ) ખાતે કરવામાં આવશે.
M. Venkaiah Naidu: પ્રધાનમંત્રી દ્વારા વિમોચન ( Book Release ) કરવામાં આવનાર પુસ્તકોમાં આનો સમાવેશ થાય છે:
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું જીવનચરિત્ર, જેનું શીર્ષક “વેંકૈયા નાયડુ – સેવામાં જીવન” ( Venkaiah Naidu – Life in Service ) છે. તે ધ હિન્દુ, હૈદરાબાદ આવૃત્તિના ભૂતપૂર્વ સ્થાનિક સંપાદક શ્રી એસ. નાગેશ કુમાર દ્વારા લખાયેલ છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi: પ્રધાનમંત્રી પ્રથમ વખતના રાજ્ય મંત્રીઓને મળ્યા
ભારતના ઉપરાષ્ટ્રપતિના ભૂતપૂર્વ સચિવ ડૉ. આઈ.વી. સુબ્બા રાવ દ્વારા સંકલિત એક સચિત્ર પુસ્તક, “ભારતની ઉજવણી – ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી એમ. વેંકૈયા નાયડુનું મિશન અને સંદેશ.”
શ્રી સંજય કિશોર દ્વારા તેલુગુ ભાષામાં લખાયેલ સચિત્ર જીવનચરિત્ર, જેનું શીર્ષક છે “મહાનેતા – ધ લાઈફ એન્ડ જર્ની ઓફ શ્રી એમ. વેંકૈયા નાયડુ.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.