News Continuous Bureau | Mumbai
Odisha Parba 2024 PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે સાંજે 5:30 વાગ્યે ‘ઓડિશા પર્વ 2024’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
ઓડિશા પર્વ ( Odisha Parba 2024 ) એ નવી દિલ્હી સ્થિત ટ્રસ્ટ, ઓડિયા સમાજ ફાઈન્ડેશન દ્વારા આયોજિત એક મુખ્ય કાર્યક્રમ છે. તેના દ્વારા, તેઓ ઓડિયા વારસાની જાળવણી અને પ્રચાર માટે મૂલ્યવાન ટેકો પૂરો પાડવા માટે કાર્યરત છે. પરંપરાને આગળ ધપાવીને આ વર્ષે 22 થી 24 નવેમ્બર દરમિયાન ઓડિશા પર્વનું ( Odia Samaj Foundation ) આયોજન કરવામાં આવ્યું છે. તે રંગબેરંગી સાંસ્કૃતિક સ્વરૂપો દર્શાવતા ઓડિશાના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરશે અને રાજ્યના જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ચરિત્રને પ્રદર્શિત કરશે. વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોની ( Narendra Modi ) આગેવાની હેઠળ રાષ્ટ્રીય સેમિનાર અથવા કોન્ક્લેવ પણ યોજવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election 2024: થઇ ગયું સાબિત…કોણ છે અસલી શિવસેના અને અસલી એનસીપી, જનતા આપી દીધો જવાબ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.