ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી મધુર સંબંધો નથી. પરંતુ ૨૦૦૩ પછી છેક 2021માં બંને દેશોની સરહદ પર યુદ્ધવિરામ થયો છે. આ યુદ્ધ વિરામ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એક શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે,ભારત પાકિસ્તાન ના લોકો સાથે ખુશી ભર્યા સંબંધો ઈચ્છે છે.એ ત્યારે જ સંભવ છે જ્યારે બંને દેશો આતંકવાદ અને શત્રુતા થી મુક્ત થાય. સાથે જ બંને દેશોમાં વિશ્વાસ અને ભરોસો નું વાતાવરણ સર્જાય.
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુધરેલા સંબંધો પાછળ કોઇ ત્રીજા દેશનો મહત્વનો ફાળો હોવાની અટકળો પણ થઈ રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, સંયુક્ત આરબ અમીરાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી ની ભૂમિકા ભજવી છે. પરંતુ ભારત અને પાકિસ્તાને આની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
