News Continuous Bureau | Mumbai
SCO સમિટમાં(SCO Summit) હાજરી આપ્યા બાદ સમરકંદથી(Samarkand) નવી દિલ્હી પાછા ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી(Celebrate birthday) રહ્યા છે. જોકે તેમના જન્મદિવસે પણ તેઓ એકદમ વ્યસ્ત હશે. કારણ કે તેઓ ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
આજે દિવસ દરમિયાન તેઓ ચાર અલગ-અલગ જગ્યામાં કાર્યક્રમમાં જોડવાના છે, તેમના ભાષણોમાં વન્યજીવન અને પર્યાવરણ(Wildlife and Environment), મહિલા સશક્તિકરણ(Women Empowerment), કૌશલ્ય અને યુવા વિકાસ(Skills and Youth Development) અને આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રકચર(Infrastructure) જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે એવું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આજે સૌથી પહેલા તેઓ ચિત્તાઓના ભારત આવવાના ઐતિહાસિક અવસર પર દેશને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ મધ્ય પ્રદેશમાં વુમેન્સ સેલ્ફ હેલ્પ ગ્રુપ કોન્ફરન્સમાં(Women's Self Help Group Conference) ભાષણ આપશે.
વિશ્વકર્મા જયંતિ નિમિત્તે(occasion of Vishwakarma Jayanti) IIT ના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત યોજાઇ રહેલા દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન વિદ્યાર્થીઓને સંબોધન કરશે. વિદ્યાર્થીઓને વડાપ્રધાનના કૌશલ્ય અને ઉચ્ચ કૌશલ્ય પર ભાષણ સાંભળવા મળશે. તેઓ નેશનલ લોજિસ્ટિક પોલિસી(National Logistic Policy) લોન્ચ કરશે. ચાર ઘટનામાંથી બે ઘટનાઓ તદન અનોખી માનવામાં આવે છે કારણે તેમના જન્મદિવસ ભારતીય વન્યજીવમાં ચિત્તાઓનું ફરી આગમન થઈ રહ્યું છે. નામિબિયાથી (Namibia) ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાને આ દાયકાની વન્યજીવન માટે સૌથી મોટી ઘટના તરીકે જોવામાં આવે છે.
મધ્ય પ્રદેશના(Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં(Kuno National Park) જયારે ચિત્તા ફરી લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે વડા પ્રધાન પોતે પ્રત્યક્ષ રીતે ત્યાં હાજર રહેવાના છે. આ ચિત્તાઓ ખાસ ચાર્ટર પ્લેન દ્વારા નામિબિયાથી શનિવારે વહેલી સવારના લાવવામા આવ્યા છે. મોદીના હાથે બે ચિત્તાઓને પાંજરામાં છોડવામાં આવવાના છે.
આ સમાચાર પણ વાંચો : વૃદ્ધાવસ્થાની નો ટેન્શન – આ સરકારી યોજનામાં કરો રોકાણ-દર મહિને મળશે 9 હજાર રૂપિયા પેન્શન
અહીં ઉલ્લેખનીય છે કે 2014માં મોદીએ તેમના 64મો જન્મદિવસ ગુજરાતમાં પોતાના માતા હીરાબાના આર્શીવાદ લીધા હતા અને અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિને મહેમાન તરીકે આમંત્ર્યા હતા અને તેમની સાથે ડિનર લીધું હતું.