News Continuous Bureau | Mumbai
PM મોદી(PM Narendra Modi)ની સુરક્ષામાં ચૂક (Security breach) મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની કમિટી(Committee)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને પોતાનો રિપોર્ટ(report) કોર્ટને સોંપ્યો છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીની સુરક્ષાને લઈને બેદરકારીના આ સમગ્ર મામલામાં પંજાબ પોલીસ(Pjnab Police)ના અધિકારીઓની બેદરકારી જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી
આ દરમિયાન સુપ્રીમ કોર્ટ(supreme court)ની પાંચ સભ્યોની સમિતિએ અહેવાલ વાંચ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુર એસએસપી(Firozpur SSP) કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ પૂરતા ફોર્સ ઉપલબ્ધ હોવા છતાં સુરક્ષા (security) આપવામાં નિષ્ફળ ગયા. તેમને 2 કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે, પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi) તે રસ્તે પ્રવેશ કરશે. CJIએ કહ્યું કે અમે રિપોર્ટ સરકાર(Govt)ને મોકલી રહ્યા છીએ. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરી, 2022ના રોજ પીએમ નરેન્દ્ર મોદી પંજાબ(Punjab visit)ની મુલાકાતે ગયા હતા, જે દરમિયાન પીએમને ઘણા કાર્યક્રમો(event)માં ભાગ લેવાનો હતો. પરંતુ ફિરોઝપુરમાં પ્રદર્શનકારીઓએ ફ્લાયઓવર(flyover)ને બ્લોક કરી દીધો હતો, જેના કારણે પીએમ મોદીનો કાફલો અટવાઈ ગયો હતો. આ પછી પીએમ મોદીના કાફલાને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી સીને જગતના જાણીતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે થયું નિધન- આ ગંભીર બીમારીએ લીધો તેમનો ભોગ