નેપાળમાં રાજકીય ધમસાણ મચ્યું છે. નેપાળના કાર્યકારી વડા પ્રધાન કે.પી.શર્મા ઓલી ને શાસક નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ઓલીના વિરોધી જૂથની આગેવાની કરી રહેલા પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ જૂથે પાર્ટી વિરોધી ગતિવિધિઓ પછી આ કાર્યવાહી કરી.
સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠએ પુષ્ટિ કરતા કહ્યું કે, પીએમ ઓલીનું સભ્યપદ રદ કરી દેવાયું છે. આ નિર્ણય પીએમ ઓલી અને તેમના સમર્થકોની ગેરહાજરીમાં લેવાયો છે.