ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ દાવો કર્યો હતો કે 'વાસ્તવિક' અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે અને ભગવાન રામનો જન્મ દક્ષિણ નેપાળના થોરીમાં થયો હતો. શ્રી ઓલીની આ ટિપ્પણી બદલ નિંદા કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે," જે રીતે સામ્યવાદીઓને ભારતમાં નકારવામાં આવ્યાં છે એજ રીતે નેપાળમાં પણ ઓલીની હરકતોને કારણે તેમને નકારવામાં આવશે. કેમકે તેઓ લોકોની આસ્થા સાથે રમી રહયાં છે.
નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલિના ભગવાન રામ વિશે આપેલા વિવાદિત બયાનથી અયોધ્યાના સંતો પણ ગુસ્સે ભરાયા છે. તેમણે નક્કી કર્યું છે કે, નેપાળમાં રહેતા તેમના શિષ્યો રસ્તા પર ઉતરી વડાપ્રધાન ઓલી વિરોધ પ્રદર્શન કરશે. અયોધ્યામાં આવેલા એક ટ્રસ્ટના સંતનાં જણાવ્યા મુજબ વિશ્વની સાંસ્કૃતિક રાજધાની અયોધ્યા છે. વેદ, પુરાણ, રામાયણ જોઈ લો તેમાં સરળ શબ્દોમાં લખ્યું છે કે, "જ્યાં સરયુ નદી છે ત્યાં અયોધ્યા છે જ્યારે નેપાળમાં તો સરયુ નદી આવી જ નથી." આ બાબતે અન્ય એક સંતના જણાવ્યા મુજબ કે.પી.શર્મા ઓલી પોતે જ નેપાળના નથી. પરંતુ, વડાપ્રધાન બન્યા બાદ નેપાળને પાકિસ્તાન જેવું બનાવવા ના માર્ગે લઈ જઈ રહ્યા છે. તેઓ જનતાના ભરોસાને દગો આપી રહ્યા છે. વધુમાં કહ્યું કે ચીને નેપાળના બે ડઝન જેટલા ગામો પર પોતાનો હક જમાવ્યો છે અને આ સંદર્ભે પોતાની નાકામી છુપાવવા ભગવાન રામનો વિવાદ ઉભો કર્યો છે..
નોંધનીય છે કે વાલ્મિકી રામાયણનું નેપાળી ભાષામાં અનુવાદ કરનાર નેપાળના આદિ કવિ ભાનુ ભક્તની જન્મ જયંતીના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં નેપાળી પી.એમ. ઓલીએ આ વિવાદિત બયાન આપ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com