ઇંડિયા ગ્લોબલ વીકમાં વડાપ્રધાને અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પર આપ્યું મહત્વનું નિવેદન…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

9 જુલાઈ 2020

યુકે સ્થિત 'ભારત ગ્લોબલ વીક 2020' ની ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી શરૂ થઈ જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું . આ વેળા પીએમ મોદીએ કહ્યું, "એક તરફ ભારત લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વૈશ્વિક રોગચાળા સાથે લડી રહ્યું છે, તો બીજી તરફ દેશના અર્થતંત્રના સ્વાસ્થ્ય પર પણ સમાન ધ્યાન આપી રહયાં છીએ." વધુમાં મોદીએ કહ્યું, કે "રોગચાળાએ ફરી એકવાર બતાવ્યું છે કે ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખા વિશ્વ માટે એક સંપત્તિ છે. ભારતે દવાઓની કિંમતમાં મોટો ઘટાડો કરીને વિકાસશીલ દેશોને મદદરૂપ થવામાં, અગ્રણી ભૂમિકા નિભાવી છે. સાથે જણાવ્યું કે, 'આત્મનિર્ભર ભારત' નો અર્થ ફક્ત પોતા સુધી મર્યાદિત રહેવાનો નથી અથવા વિશ્વ માટે દરવાજા બંધ કરવાનો નથી. તેનો અર્થ 'સ્વયં બનાવવું' અને 'સ્વયં ઉત્પાદિત' કરવું થાય છે. "

પ્રથમ વખત, ઇન્ડિયા ગ્લોબલ વીકનું આયોજન ઓનલાઇન એટલે કે વર્ચ્યુલ વોર્લ્ડમાં થયું છે. જેનું કારણ છે કોરોના અને તેના દ્વારા લડાયેલ લોકડાઉન.. એવું માનવામાં આવે છે કે ભારતની આ વૈશ્વિકરણ પરની, અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય પરિષદ છે. જેમાં વિશ્વભરના 5000 થી વધુ લોકો ઈન્ટરનેટ ના માધ્યમથી સહભાગી- ઉપસ્થિત રહેશે. અને બસોથી વધુ વક્તાઓ ભાગ લેશે. આ ત્રણ દિવસીય સંમેલનમાં વેપાર, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય બિઝનેસ, આર્ટ્સ એન્ડ કલ્ચર, બેંકિંગ અને ફાઇનાન્સ, ફાર્મા, સિક્યુરિટી, સામાજિક અસર અને તમામ મહત્વપૂર્ણ વિષયો, ઉભરતી તકનીકીઓ પર વૈશ્વિક ચર્ચા કરવામાં આવશે. વિશ્વ મંચ પર ભારતની શું ભૂમિકા છે? વૈશ્વિક મંચ પર ભારતની કેવી અસર પડે છે? અને ભવિષ્યમાં ભારત વૈશ્વિક સ્તરે કેટલું મહત્ત્વપૂર્ણ બનશે જેવા બધા વિષયો પર ચર્ચા કરવામાં આવશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More