Site icon

કૃષિ આંદોલનમાં ભળી રાજનીતિ.. આ છે ખેડુતોને ડરાવવાનું કાવતરું.. મોદીએ વિરોધીઓ પર કર્યા પ્રહારો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 ડિસેમ્બર 2020 

ગુજરાતના કચ્છ ખાતે આવેલા પીએમ મોદીએ ખેડૂતોને ખભે બંદૂક મૂકી વાર કરતા વીપક્ષઓ આડે હાથે લીધા. ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદે છેલ્લા 20 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હતું કહ્યું કે ખેડુતોનું કલ્યાણ એ તેમની NDA  સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે અને ખેડૂતો ની શંકાઓના ઉકેલ માટે ચોવીસ કલાક તેઓ હાજર છે. 

Join Our WhatsApp Community

મોદીએ વધુ કહ્યું, આ દિવસોમાં દિલ્હીની આજુબાજુમાં ખેડૂતોને મૂંઝવવા માટે મોટું કાવતરું ચાલી રહ્યું છે. તેઓ ડરી રહ્યા છે કે કૃષિ સુધારણા બાદ ખેડૂતોની જમીન કબજે કરવામાં આવશે. પરંતુ સત્ય હકીકત એ જ છે કે તાજેતરના કૃષિ સુધારણાની માંગ ખેડૂતો જ કરી રહયા હતાં અને અનેક ખેડૂત સંગઠનો પણ માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોને ગમે ત્યાં અનાજ વેચવાનો વિકલ્પ આપવામાં આવે. 

તેમણે કહ્યું, આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને મૂંઝવણમાં મુકી રહ્યા છે, તેઓ પણ તેમની સરકાર સમયે આ કૃષિ સુધારણાના સમર્થનમાં હતા. પરંતુ તેમની સરકાર દરમિયાન તે નિર્ણય લઈ શક્યા ન હતા. ખેડુતોનું હિત પ્રથમ દિવસથી અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે. અમે ખેતીમાં ખેડુતોનો ખર્ચ ઓછો કરવા, તેમની આવક વધારવા અને મુશ્કેલીઓ ઘટાડવા સતત કાર્ય કર્યું છે. 

નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પાર્કનો (સોલાર પાવર) નો પણ સમાવેશ થાય છે. તેની સ્થાપના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા ગામમાં થઈ રહી છે. વડા પ્રધાને જે વિકાસ પ્રોજેક્ટ્સનો પાયો નાખ્યો તેમાં એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ અને સંપૂર્ણ સ્વચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ શામેલ છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version