Site icon

NCC PM Rally: પ્રધાનમંત્રી આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે

NCC PM Rally: થીમ: ‘યુવા શક્તિ, વિકસિત ભારત’

PM to address NCC PM Rally at Cariappa Parade Ground, Delhi today

PM to address NCC PM Rally at Cariappa Parade Ground, Delhi today

NCC PM Rally: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 4:30 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે.

Join Our WhatsApp Community

આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શિબિરમાં કુલ 2361 NCC કેડેટ્સે ભાગ લીધો હતો જેમાં 917 છોકરી કેડેટ્સનો સમાવેશ થતો હતો, જે છોકરીઓ કેડેટ્સ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી હતી. PM રેલીમાં આ કેડેટ્સની ભાગીદારી નવી દિલ્હી ખાતે એક મહિના સુધી ચાલનારા NCC પ્રજાસત્તાક દિવસ શિબિર 2025ના સફળ સમાપનને ચિહ્નિત કરશે. આ વર્ષની NCC PM રેલીની થીમ ‘યુવા શક્તિ, વિકસિત ભારત’ છે.

આ સમાચાર પણ વાંચો : Israel Lebanon withdrawal : લેબનાન છોડવા તૈયાર નથી ઇઝરાયલ, સેનાએ પ્રદર્શનકારીઓ પર કર્યો ભારે ગોળીબાર, આટલા લોકોના મોત

આ દિવસે 800થી વધુ કેડેટ્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે NCCની પ્રતિબદ્ધતા દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 18 મિત્ર દેશોના 144 યુવા કેડેટ્સની ભાગીદારી આ વર્ષની રેલીમાં ઉત્સાહ વધારશે.

દેશભરમાંથી મેરા યુવા (MY) ભારત, શિક્ષણ મંત્રાલય અને આદિજાતિ બાબતોના 650થી વધુ સ્વયંસેવકો પણ NCC PM રેલીમાં ખાસ મહેમાનો તરીકે હાજરી આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version