ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
પીએમસી બેંક કૌભાંડના મુખ્ય આરોપીની ભારતીય સુરક્ષા એજન્સીએ બિહારના રક્સૌલ બોર્ડરથી ધરપકડ કરી છે.
આરોપી દેશ છોડીને કેનેડા ભાગવાનો પ્રયાસ કરતી વખતે રક્સૌલ બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે.
નેપાળમાં પ્રવેશતાના 200 મીટર પહેલા ઇમિગ્રેશન વિભાગે પીએમસી બેંકના ડાયરેક્ટર દલજીત સિંહ બાલની અટકાયત કરી છે.
ઇમિગ્રેશન વિભાગે આ અંગે મુંબઇ ઇઓડબ્લ્યુ વિભાગને જાણ કરી છે.
હાલ દલજીત સિંહ બલને રક્સૌલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈઓડબ્લ્યુની ટીમ પટના પહોંચી ગઈ છે. જોકે આ મામલે અત્યારે અધિકારીઓ
કંઇપણ કહેવાનું ટાળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પીએમસી બેંકમાં 4 હજાર 355 કરોડનું બેંક કૌભાંડ થયું હતું.
વિશ્વના આ દેશમાં વેક્સિનેશન ફરજીયાત કરાતા લોકો ઉતર્યા રસ્તા પર, કર્યું વિરોધ પ્રદર્શન; જાણો વિગતે