ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના રીવા સ્થિત એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ, પ્લાન્ટનું ઉદ્ધાટન પીએમએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું.
મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટની સૌર ઉર્જા ની પરિયોજના શરૂ કરવામાં આવી રહી છે. અહીં સંબોધતાં પીએમ મોદીએ કહ્યુ કે "આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. જ્યારે અમે પ્લાન્ટનો વીડિયો આકાશમાંથી જોઈએ છીએ ત્યારે લાગે છે કે જાણે, સોલાર પેનલ ખેતરોમાં પાક બનીને લહેરાઈ રહી છે. રીવા સોલાર પ્લાન્ટ આ સમગ્ર વિસ્તારના ઉર્જાનું કેન્દ્ર બનશે. આનાથી એમપીના લોકોને લાભ મળશે અને દિલ્હી મેટ્રોને પણ વીજળી મળશે."
પીએમએ આ દરમ્યાન પોતાની સરકારોએ કરેલા કામો ગણાવતા કહ્યું કે, "અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, LPG સિલિન્ડર આપવા, LED બલ્બ આપવા અને સૌર ઉર્જા સહિત કેટલાય નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી અર્થવ્યવસ્થા અને પર્યાવરણને જાળવવામાં સૌથી આગળ રહયાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com