ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
કોર્પોરેટ છેતરપિંડી મામલે વિશ્વ સમક્ષ ભારતને મળી મોટી સફળતા મળી છે. હાલમાં UKની જેલમાં બંધ નીરવ મોદી સામે નીકળતા લેણામાં પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) ને સફળતા મળી છે. નીરવ મોદી છેતરપિંડી કેસમાં પ્રથમ ચરણની રિકવરીમાં 24.33 કરોડ અર્થાત $ 3.25 મિલિયન મેળવ્યા છે, સાથે જ યુ.એસ. કોર્ટમાં કોર્પોરેટ ગવર્નન્સના દાવાને આગળ વધારનાર કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને જાણ કરી દીધી છે.
યુ.એસ. ચેપ્ટર 11 ટ્રસ્ટી દ્વારા દેવાદારની સંપત્તિ ફડચામાં જવા પર, પીએનબી સહિત અન્ય અસુરક્ષિત લેણદારોના વિતરણ માટે 11.04 મિલિયન (₹ 82.66 કરોડની સમકક્ષ) ની રકમ ઉપલબ્ધ છે. જેની વસૂલાત અન્ય ખર્ચ અને અન્ય દાવેદારોના દાવાની પતાવટ માટે થશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે 'રિકવરીનો પહેલો હપ્તો મળવો એ મોદી સરકાર માટે પણ મોટી ઉપલબ્ધી કહી શકાય. કોઈ કોર્પોરેટ છેતરપિંડી મામલે વિશ્વ સમક્ષ ભારતને મળેલી આ મોટી સફળતા મળી છે.' નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયે ગુનેગારો પાસેથી પૈસાની રિકવરી માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા પ્રમોટ કરવામાં આવતી અથવા નિયંત્રિત કરાયેલ કંપનીઓ વસ્તુઓ અથવા સંપત્તિઓમાંથી પૈસા વસૂલ કરવા પણ પગલાં લીધાં છે. નોંધનીય છે કે, 2018માં પંજાબ નેશનલ બેંકે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને માહિતી આપી હતી કે નીરવ મોદી દ્વારા પ્રમોટ કરાયેલી ત્રણ કંપનીઓએ ચેપ્ટર 11 ના નાદારી સંરક્ષણ માટે ન્યુ યોર્કમાં અરજી કરી છે. આ ત્રણ કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ, એ જાફી અને ફેન્ટેસી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com