News Continuous Bureau | Mumbai
POCSO Act: લો કમિશન( Law Commission ) POCSO એક્ટ હેઠળ સંમતિથી સંબંધની ( consensual relationship ) ઉંમરમાં 18 છે જેને ઘટાડી 16 કરવાના પક્ષમા ન હોવાનું કહ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારને ( Central Govt ) સંમતિની હાલની ઉંમરમાં બદલાવ ન કરવાનું પણ મંતવ્ય રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે સંમતિથી ઉંમર ( Age of consent ) ઓછી કરવાને લઈને બાળ વિવાહ ( Child marriage ) અને તસ્કરી વિરુદ્ધની લડાઈ પર સીધી તરાપ લાગશે અને નકારાત્મક અસર પડી શકે છે. આમ કાયદા પંચે સરકારને POCSO એક્ટ હેઠળ જાતીય સંબંધો માટે સંમતિની હાલની ઉંમરમાં ફેરફાર ન કરવાની સલાહ આપી છે,
કાયદા પંચ દ્વારા POCSO કાયદા હેઠળ જાતીય સંબંધો માટે સંમતિની ઉંમર અંગેનો અહેવાલ તૈયાર કરાયા બાદ કાયદા મંત્રાલયને ( Law Ministry ) સોંપી દેવામા આવ્યો છે, જેમાં તેમણે કિશોરોની મૌન સંમતિ સાથે સંકળાયેલા કેસોમાં પરિસ્થિતિ સુધારણાના પગલાં સૂચવ્યા છે અને સુધારાની જરૂર હોવાનો પણ સુર પુરાવ્યો છે.
Age of consent under POCSO Act should not be tinkered with: Law Commission of India report
reports @satyendra_w#pocsohttps://t.co/T08iTGocxE
— Bar & Bench (@barandbench) September 29, 2023
કડક અધિનિયમમાં કેટલાક સુધારા આવશયક બાબત…
કમિશને કહ્યું કે કિશોરવયના પ્રેમને નિયંત્રિત કરી શકાતો નથી. આ પ્રકારના સંમતિ સંબંધમાં ગુનાહિત ઇરાદો હાજર હોઈ શકતો નથી. જો કે, કાયદા પંચે એમ પણ કહ્યું હતું કે સંમતિની ઉંમર ઘટાડી શકાતી નથી કારણ કે તેનાથી બાળ લગ્ન સામેની લડાઈ પર નકારાત્મક અસર પડશે. આમ કરવાથી છોકરીઓની ગુલામી, તસ્કરી અને વૈવાહિક બળાત્કાર જેવા કિસ્સાઓ ટાળવાનો માર્ગ મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Chandrayaan 3: વિક્રમ અને પ્રજ્ઞાન ચંદ્ર પર કેમ ઊંડી ઊંઘમાં ચાલ્યા ગયા, કેમ ન ખુલી શકો આંખો? જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..
લો કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાતીય પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે અપરાધિક બનાવીને, જે યુવાનો જાતીય ઉત્સુકતાની જરૂરિયાતને કારણે આવી પ્રવૃત્તિઓ કરે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે. પંચે POCSO એક્ટમાં સુધારા અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટમાં સંબંધિત ફેરફારોની ભલામણ કરી છે.
કાયદા પંચનો અભિપ્રાય છે કે જો સ્પેશિયલ કોર્ટની વિવેકાધીન સત્તા અને વિવેકબુદ્ધિનો ઉપયોગ સંમતિ નક્કી કરવામાં કરવાનો હોય, તો તેનો દુરુપયોગ અટકાવવા માટે તે મર્યાદિત અને નિર્દેશિત હોવો જોઈએ. ઉપરાંત, સજા સંભળાવતી વખતે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે આરોપી અને બાળક વચ્ચેની ઉંમરનો તફાવત ત્રણ વર્ષથી વધુ ન હોવો જોઈએ. આરોપીનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. તેમજ ગુના બાદ આરોપીનું વર્તન સારું હોવું જોઈએ.