દિલ્હીની સિંઘુ બૉર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પ્રદર્શનકારીઓની વચ્ચે પથ્થરમારો થયો છે. સાથે જ બંને જૂથોની વચ્ચે ઘર્ષણ થયું છે.
ધરણા પર બેઠેલા ખેડુતોને હટાવવાની માંગ કરી રહેલા કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ખેડૂતો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. આ દરમિયાન તણાવ ખૂબ વધી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.