News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 Updates: નરેન્દ્ર મોદીએ આજે (5 જૂન) પોતાના પદ પરથી રાજીનામું ( pm modi resign ) આપી દીધું છે. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ આ વાત સ્વીકારી લીધી છે અને તેમને કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેવા કહ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ ( President Droupadi Murmu ) વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ દિલ્હીમાં NDAની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
Lok Sabha Elections 2024 Updates:
રાષ્ટ્રપતિના ઓફિશિયલ એક્સ ( ટ્વિટર ) હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ( Rashtrapati Bhavan ) માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી પરિષદ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન પરિષદને પદ પર રહેવા વિનંતી કરી.
Prime Minister @narendramodi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. The Prime Minister tendered his resignation along with the Union Council of Ministers. The President accepted the resignation and requested the Prime Minister and the Union Council of Ministers… pic.twitter.com/1ZeSwQFU1y
— President of India (@rashtrapatibhvn) June 5, 2024
આ સમાચાર પણ વાંચો: NDA government formation : થઇ ગયું નક્કી…? ત્રીજી વખત બનશે એનડીએ સરકાર! આ તારીખે લઈ શકે છે PM મોદી શપથ..